(એજન્સી) તા.૩૦
જનોઈ અને ગોત્ર અંગેના પ્રશ્નો પર ભાજપને જવાબ આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું ભાજપ કરતા વધારે સારી રીતે હિન્દુ ધર્મને સમજી શકું છું, ભાજપના લોકો હિન્દુ ધર્મને સમજતા જ નથી. કોંગ્રેસ પ્રમુખે મંગળવારે કહ્યું હતું કે મંદિરોની મુલાકાત લેવા માટે તેમને ભાજપના પ્રમાણપત્રની જરૂર નથી. હું એક રાષ્ટ્રવાદી નેતા છું હિન્દુત્વવાદી નેતા નથી. મધ્યપ્રદેશ ચૂંટણીના ચૂંટણી પ્રચાર માટે ઈન્દોરમાં આયોજીત એક કાર્યક્રમ દરમ્યાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દુનિયાની સામે તમારી પાસે ફકત એક ગુણ હોવો જોઈએ અને તે છે વિનમ્રતા જેનો અર્થ એ થાય છે કે જયારે તમેને બોલી રહ્યા છો. ત્યારે હું તમને સાંભળી રહ્યા છો હું તમને સમજવાના પ્રયત્નો કરી રહ્યો છું. હું એમ નથી કહેતો કે જો કોઈ ગુસ્સે થઈ રહ્યો છે તો તે મુર્ખ છે. પરંતુ હું આ જાણવા માંગીશ કે તે ગુસ્સે કેમ થઈ રહ્યો છે. ભાજપના લોકો હિન્દુ ધર્મને સમજતા જ નથી. તેમનાથી સારી રીતે તો હિન્દુ ધર્મને હું સમજુ છું. રાહુલ ગાંધી ઈન્દોર પહોંચ્યા તે પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો હતો કે, ઉજજૈન જઈ રહેલા રાહુલ ગાંધીથી અમે પૂછવા માંગીએ છીએ કે શું તમે જનોઈધારી છો ? તમે કયા પ્રકારના જનોઈધારી છો ? તમારૂ ગોત્ર કયું છે. ઉલ્લેખનીય છે કે ઈન્દોર જતા પહેલાં રાહુલ ગાંધીએ ઉજજૈનના પ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરી હતી.
મંદિરોની મુલાકાત લેવા માટે મને ભાજપના પ્રમાણપત્રની જરૂર નથી, હું રાષ્ટ્રવાદી નેતા છું હિન્દુત્વવાદી નહીં : રાહુલગાંધી

Recent Comments