રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ઈવીએમ સાથે કથિત છેડછાડમાં પ્રયાસોની ફરિયાદો સામે આવતા વડાપ્રધાન મોદી ઉપર હુમલાઓ અને ટોણાઓનો મારો ચલાવ્યો હતો એમણે કહ્યું કે આ સરકારમાં ઈવીએમની અંદર રહસ્યમય શકિતઓ આવી ગઈ છે. એ સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને જણાવ્યું કે એ તેલંગાણા અને રાજસ્થાન ચૂંટણીઓ પછી સતર્ક રહે.
રાહુલે ટવીટ કરી લખ્યું આજના મતદાન પછી તમે સતર્ક થાઓ, એ પછી એમણે કહ્યું મધ્યપ્રદેશમાં ચૂંટણી પછી ઈવીએમ મશીનોએ અજીબ રીતે વર્તન કર્યું છે. અમુક મશીનોએ બસની ચોરી કરી અને બે દિવસ માટે ગુમ થઈ ગઈ. અમુક મશીનો હોટેલમાં દારૂ પી રહી હતી. મોદીના ભારતમાં ઈવીએમમાં રહસ્યમયી શકિતઓ આવી ગઈ છે સતર્ક રહે. નોંધનીય છે કે મળતા સમાચારો મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતાઓના આક્ષેપો છે કે ખુરઈ તથા અને અન્ય સ્થળો પર મતદાનના બે દિવસ પછી સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવામાં આવી અને એવી જગ્યાએ હોટેલના રૂમમાં મુકાઈ હતી રાહુલ ગાંધીએ આજ સમાચારોનો ઉલ્લેખ કરી ટવીટ કર્યું હતું રાજસ્થાનમાં મતદાન દરમ્યાન કેટલાક સ્થળોએ ઈવીએમમાં ખામીઓ હોવાના સમાચારો મળી રહ્યા છે.