(એજન્સી) નવીદિલ્હી,તા. ૧૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીથી થનારા નુકસાનના સંકેત પહેલાથી જ આપવા બદલ મનમોહનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમના સંકેત દેશના કોઇપણ અર્થશાસ્ત્રી કરતા શ્રેષ્ઠ હતા. કોંગ્રેસની સંસદીય કાર્ય સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, અર્થશાસ્ત્રના વિદ્વાન મનમોહનસિંહે સંકેત આપ્યા હતા કે, નોટબંધીને કારણે અર્થતંત્ર બે ટકા નીચે પટકાશે, હું નથી જાણતો કે તેમની પાસે કયું ગણિત છે, તેમણે શું ગણતરી કરી પરંતુ અર્થતંત્રની ગતિ અન્ય અર્થશાસ્ત્રીઓ કરતા તેમણે દર્શાવી હતી તે જ રીતે નીચે પડી. તેથી અમે મનમોહનનો આભાર માનીએ છીએ. રાહુલ ગાંધીએ આ ઉપરાંત લોકસભામાં શાનદાર ભાષણો બદલ મલ્લિકાર્જુન ખડગેનો પણ આભાર માન્યો હતો. તેમણે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ અને આનંદ શર્મા દ્વારા અપાયેલા ભાષણોની પણ ભરપૂર પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૬મી લોકસભામાં અંતિમ સત્ર બુધવારે સંપન્ન થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષે પોતાના સભ્યોનો આભાર માન્યો હતો.
મનમોહને નોટબંધીથી નુકસાનના સચોટ સંકેત આપ્યા હતા : રાહુલ ગાંધી

Recent Comments