(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હજુ પણ પક્ષના અધ્યક્ષ તરીકે જળવાઇ રહેવા અંગે મૌન સેવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલી અપીલની પણ રાહુલ ગાંધીના નિર્ણય પર કોઇ અસર થઇ નથી. સોમવારે સવારે અશોક ગેહલોતે ટિ્વટ કર્યું હતું કે, હાલના સમયમાં પાર્ટીનું સુકાન રાહુલ ગાંધી જ સંભાળી શકે છે. અશોક ગેહલોતે ટિ્વટર પર લખ્યું હતું કે, અમે ચોક્કસપણે માનીએ છીએ કે, હાલના સમયમાં પાર્ટીની આગેવાની ફક્ત રાહુલ ગાંધી જ કરી શકે છે તેમની દેશ અને દેશના લોકોના સારા થાય તે હાલ અસંગત અને મેળ ખાય તેવું નથી તેવી ટિપ્પણી રાહુલ ગાંધીએ કરી હતી. બીજી તરફ પત્રકારોને રાહુલ ગાંધીએ પોતાના નિર્ણય અંગે મક્કમતા દર્શાવી કહ્યું હતું કે, મેં મારો નિર્ણય લઇ લીધો છે અને તેના વિશે તમે બધા જાણો છો. દિલ્હીમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પહેલા જ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે દિલ્હીમાં બપોરે બેઠક થઇ હતી જેમાં રાહુલ ગાંધીના રાજીનામા અંગે પણ ચર્ચા થઇ હતી. કોંગ્રેસ નેતાઓના વિવિધ સ્તરે રાજીનામા અને રાહુલ ગાંધીના નેતૃત્વ અંગેના સસ્પેન્સ ચાલુ રહેવા વચ્ચે આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી હાજર રહ્યા હતા. બેઠકની જાહેરાત કરતા અશોક ગેહલોતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હાર માટે જવાબદારી લીધી હતી.
મારો નિર્ણય સ્પષ્ટ છે : કોંગ્રેસ પ્રમુખ તરીકે જળવાઇ રહેવાની અશોક ગેહલોતની અપીલ રાહુલ ગાંધીએ ફગાવી

Recent Comments