(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં વાયનાડના ખેડૂતોની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ ખેડૂતોની અવગણના કરવાનો મોદી સરકાર પર આરોપ મૂકયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં ખેડૂતો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વાયનાડમાં ખેડૂતો દેવાના ભાર હેઠળ આત્મહત્યા કરી રહ્યા છે. ૮ હજાર ખેડૂતોને બેંકોએ નોટિસ પાઠવી છે. બેંકો કર્જ ન ચૂકવનાર ખેડૂતોની મિલકતો જપ્ત કરવા માટે ધમકીઓ આપી રહી છે. બેંકોએ લોન રિકવરી શરૂ કર્યા બાદ કેરળમાં ૧૮ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. કેરળ સરકારે ખેડૂતોના દેવા ભરપાઈ કરવાની જાહેરાત કરી છે પરંતુ રિઝર્વ બેંક મનાઈ ફરમાવે છે. રાહુલે કહ્યું કે ભાજપ સરકારે ટેક્સ છૂટના રૂપે ૪.૩ લાખ કરોડ રૂપિયા આપ્યા જ્યારે મોટા કારોબારીઓને પ.પ લાખ કરોડ આપ્યા. આ બેવડું વલણ શર્મશાર છે. બજેટમાં ખેડૂતોની દશા સુધારવા માટે કોઈ નક્કર કદમ ઉઠાવાયા નથી. કેરળ સરકાર દ્વારા દેવા માફીની ચૂકવણી માટે રિઝર્વ બેંકને કેન્દ્ર આદેશ આપે તેમજ બેંક ધમકીવાળા મેસેજ ન મોકલે. ખેડૂતોને કરેલા વાયદા પૂરા કરો.
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોની હાલત સુધારવા કેન્દ્રએ કોઈ નક્કર કદમ ઉઠાવ્યા નથી

Recent Comments