(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કાશ્મીર મુદ્દા અંગે તેમને મધ્યસ્થતા કરવાનું કહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ મંગળવારે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનની ઉપસ્થિતિમાં કહ્યું હતું કે મોદીએ તેમને કાશ્મીર મુદ્દા અંગે મધ્યસ્થતા કરવાનું કહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો સાચો છે તો વડાપ્રધાને ભારતના હિતો અને ૧૯૭૨ના સિમલા કરાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે વિદેશ મંત્રાલયના નબળા ઇનકાર કે રદિયાથી કામ ચાલશે નહીં, વડાપ્રધાને દેશને બતાવવું પડશે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની વચ્ચે યોજાયેલી બેઠકમાં શું થયું ? દરમિયાન, કાશ્મીર મુદ્દા અંગે કોઇ ત્રાહિત પક્ષને સામેલ નહીં કરવાના ભારતના વલણનો સરકાર દ્વારા કરવામાં આવેલા પુનરોચ્ચારનું કોંગ્રેસે સ્વાગત કર્યું છે પરંતુ એવો પ્રશ્ન કર્યો કે ટ્રમ્પના દાવા અંગે પીએમ મોદી મૌન કેમ છે ? દરમિયાન, કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ ટ્રમ્પના દાવાને ભારતના સાર્વભૌમત્વ પર ગંભીર હુમલો ગણાવીને પોતાના ટિ્‌વટમાં જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જુઠ્ઠું બોલી રહ્યા હોવાનું ્‌વડાપ્રધાન મોદી સંસદના બંને ગૃહોમાં નિવેદન કરે, એવી અમારી વડાપ્રધાન પાસે માગ છે.