(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ ૩૭૦ રદ કરવાને પગલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિરોધ પક્ષોનું એક પ્રતિનિધિ મંડળ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જવા માટે તૈયાર છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના પ્રશાસને રાજ્યના પ્રવાસે નહીં આવવાની તેમને અપીલ કરી છે અને જણાવ્યું કે ધીમે-ધીમે પાટા પર આવી રહેલા સામાન્ય જનજીવનમાં અશાંતિ સર્જવાના પ્રયાસ થવા જોઇએ નહી. શ્રેણીબદ્ધ ટિ્‌વટમાં જમ્મુ અને કાશ્મીર સરકારના ઇન્ફોર્મેશન ્‌અને પબ્લિક રિલેશન્સ વિભાગે જણાવ્યું કે સરકાર સરહદ પારના ત્રાસવાદના ભય અને અલગતાવાદીઓ તેમ જ ત્રાસવાદીઓના હુમલાથી જમ્મુ અને કાશ્મીરના લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને તોફાની તત્વો તેમ જ અફવા ફેલાવનારાઓ પર કાબૂ મેળવીને જાહેર વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સામાન્ય જનજીવન ખોરવી નાખવાના વરિષ્ઠ રાજકીય નેતાઓ દ્વારા પ્રયાસો થવા જોઇએ નહીં. રાજકીય નેતાઓને સહકાર આપવા અને રાજકીય નેતાઓના શ્રીનગરના પ્રવાસથી અન્ય લોકોને અગવડ પડવાની હોવાથી શ્રીનગર નહીં આવવાની જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા રાજકીય નેતાઓને વિનંતી કરવામાં આવી છે.ેે