(સંવાદદાતા દ્વારા) લુણાવાડા, તા.ર૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ અંતિમ ચરણોમાં છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના ઈન્દિરા મેદાન ખાતે જાહેર સભા સંબોધવા તા.રપ નવેમ્બરના રોજ આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો આ જાહેર સભાને સફળ બનાવવા કાર્યોમાં જોતરાઈ ગયા છે.
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની જાહેરસભા રાખવામાં આવતા આ સીટ પર કયા ઉમેદવાર જાહેર થશે તેના ઉપર સૌની મીટ મંડાઈ રહી છે.
આ જાહેરસભાની તૈયારીમાં મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને મહીસાગર જિલ્લા પોલીસ તંત્ર સજ્જ થઈ ગયેલ છે. જેમાં મહીસાગર પોલીસ વિભાગ દ્વારા ૧ એસ.પી, ૩ ડીવાયએસપી, પ પીઆઈ, ૧૪-પીએસઆઈ, ૧૭૦-એએસઆઈ/એચસીપીસી, પ૦ હોમગાર્ડ, ૩ર સીઆઈએફ જાહેરસભાના બંદોબસ્ત માટે ખડકી દેવામાં આવ્યા છે.