(એજન્સી) હૈદરાબાદ, તા.૩૦
કરતારપુર કોરિડોર અંગે વિવાદોમાં ઘેરાયેલ પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ હૈદરાબાદમાં જણાવ્યું કે, ખરાબ દિવસો જવાના, રાહુલ ગાંધી આવવાના છે. તેમણે જણાવ્યું કે, અમે રાહુલ ગાંધીના સૈનિક છીએ, મારું સૂત્ર છે. ખરાબ દિવસો જવાના છે, રાહુલ ગાંધી આવવાના છે. લાલકિલ્લા પર ધ્વજ ફરકાવવાનો છે કોઈ રોકી શકે તો રોકી લો.
તેમણે કરતારપુર કોરીડોર વિવાદ પર જણાવ્યું કે, જ્યારે હું પહેલાં પાકિસ્તાન ગયો હતો અને આ જણાવ્યું હતું કે, તેમણે કરતારપુર કોરીડોરનું વચન આપ્યું છે, તે ટીકાકારોએ મારો મજાક ઉડાવ્યો હતો. હવે તેજ લોકો થૂકેલું ચાટી રહ્યા છે અને યુ-ટર્ન લઈ રહ્યા છે. જણાવી દઈએ કે પાછલા દિવસો દરમિયાન કરતારપુર ગલિયારા યોજનામાં સામેલ થવા માટે સિદ્ધુની ટીકા કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન અને અન્ય પાકિસ્તાની નેતાઓએ નવજોતસિંહ સિદ્ધુની કરતારપુર ગલિયારા યોજના સફળ કરવામાં ‘સતત’ કરવામાં આવેલા પ્રયાસો બદલ બુધવારે ખૂબ પ્રશંસા કરી હતી. યોજના માટે સિદ્ધુના “યોગદાન”નો કરતારપુર ગલિયારા અને બનેલી એક શોટ ફિલ્મમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ ફિલ્મ અહીં યોજનાની આધારશીલા મૂકવાના કાર્યક્રમ બાદ દર્શાવવામાં આવી હતી. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાને કરતારપુર ગલિયારા માટે ભરપૂર પ્રયાસ કરવા અંગે સિદ્ધુની પ્રશંસા કરતા મજાક્યા વર્તનમાં જણાવ્યું કે, કાલથી હું જે કંઈ પણ જોઈ રહ્યો છું, તેમાં તમને આ જણાવી શકું છું કે સિદ્ધુ જો તમે અહીંથી ચૂંટણી લડશો અને ખાસ કરીને પંજાબમાં તો તમે જીતી જશો. ખાને જણાવ્યું કે, દૃઢ નિશ્ચયવાળા નેતા જ બંને દેશોની વચ્ચેના તંગદિલીભર્યા સંબંધોને સુધારી શકે છે. તેમણે જણાવ્યું કે, મને આશા છે કે, તેની માટે આપણે સિદ્ધુના વડાપ્રધાન બનવા સુધી રાહ જોવી નહીં પડે.