રાહુલગાંધીની સભામાં સ્વાગત દરમ્યાન એક મહિલા રાહુલગાંધીને કિસ કરી રહી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કાશ્મીરાબેન મુન્શી નામના ભરૂચના  મહિલા જેવા રાહુલ ગાંધીનું સ્વાગત કરવા સ્ટેજ પર ગયા કે તરત જ તેમણે રાહુલ ગાંધીને કિસ કરી હતી. આ કાશ્મીરાબેન મુન્શી પારસી મહિલા છે અને છેલ્લા ૪૮ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે  આજે વેલેન્ટાઈન ડે હોવાથી મને રાહુલ ગાંધીને મળવાનો મોકો મળ્યો એટલે રાત્રે ઉંઘ પણ  આવતી નથી. રાહુલગાંધી બ્રોડ માઈન્ડેડ અને પારસીઓમાં આવી રીતે ચુંબન કરવાની પ્રથા છે. એટલે મે મારા વેલેન્ટાઈન રાહુલગાંધીને ચુંબન કર્યું હતું.