જામનગર, તા.રર
એઆસીસીના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી આગામી તા.રપ સપ્ટેમ્બરના સાંજે જામનગર પધારી રહ્યા છે. તેઓ દિગ્જામ સર્કલથી રોડ-શો યોજી રાત્રીના ચાંદીબજારમાં જાહેરસભા સંબોધશે. ત્યાર પછી રાત્રી રોકાણ કરી બીજા દિવસે પરત જવા રવાના થશે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.રપ/૯/ર૦૧૭ના જામનગર આવી રહ્યા છે, ત્યારે સાંજે ૬ વાગ્યે શહેરના દિગ્જામ સર્કલ પાસે જામનગર કોંગ્રેસ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યારપછી તેઓ સાત રસ્તા, અંબર ચોકડી, બેડીગેઈટ, દિપક ટોકીઝ થઈ ચાંદી બજાર સુધી વિશાળ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીના રોડ-શો દરમિયાન શહેર-જિલ્લા કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો ઉપરાંત શહેરના વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે જ્યારે ચાંદી બજારમાં સાંજે ૬ઃ૪પથી રાત્રીના ૧૦ વાગ્યા દરમિયાન રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમો પછી શહેરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યા પછી બીજા દિવસે સવારે પરત જવા રવાના થશે તેમ જામનગર કોંગ્રેસના મહામંત્રી ભરતભાઈ વાળાએ જણાવ્યું હતું.
રાહુલ ગાંધી સોમવારે જામનગરમાં રોડ-શો યોજી જાહેરસભા સંબોધશે

Recent Comments