(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કોઇ ચિંતા નથી તેવા ભાજપના આરોપોને ફગાવતા લેફ્ટેનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ એક સમાચાર ચેનલને જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધી ઘણા ગંભીર છે અને તેથી જ પુલવામા હુમલો થયો તે પહેલાનો રિપોર્ટ તૈયાર કરવા માટે તેમણે ટાસ્કફોર્સની રચના કરી છે. પાકિસ્તાનમાં આતંકવાદી લોન્ચપેડ પર ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇકના આર્મી કમાન્ડર ડીએસ હુડ્ડા રાષ્ટ્રીય સુરક્ષા અંગે કોંગ્રેસ કમિટિની અધ્યક્ષતા કરશે જેમા આ રિપોર્ટ તૈયાર કરનારા અન્ય નિષ્ણાતોનો પણ સમાવેશ હશે. રાષ્ટ્રીય સુરક્ષા વિશે રાહુલ ગાંધીની ચિંતા વિશે પુછતા ડીએસ હુડ્ડાએ કહ્યું કે, તેઓ ઘણા ઉત્સાહી છે નહીં તો એક મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે મને રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપી ન હોત. રાફેલ સોદામાં ખામીઓ દેખાડી રાહુલ ગાંધી હંમેશા રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા રહે છે. બીજી તરફ વડાપ્રધાન મોદી અને અન્ય ભાજપના નેતાઓ હંમેેશા રાહુલ ગાંધી પર એવો આરોપ લગાવે છે કે, ભારતની વધથી સુરક્ષા અંગે રાહુલ ગાંધી ગંભીર નથી.
રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધી ઉત્સાહિત, ભાજપના આરોપોને સર્જિકલ સ્ટ્રાઇકના હીરો ડીએસ હુડ્ડાએ ફગાવ્યા

Recent Comments