અંકલેશ્વર, તા.૧૬
અખીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની આજરોજ તાજપોશી થતા અંકલેશ્વર શહેર-તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ વરણીને વધાવી હતી.
અંકલેશ્વર ત્રણ રસ્તા સહિત કોંગ્રેસ કાર્યાલય તથા ત્રણ રસ્તા સર્કલ પાસે આજરોજ સાંજે ૭ કલાકે શહેર કોંગ્રેસના પ્રમુખ ભુપેન્દ્ર જાનીની આગેવાની હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અગ્રણીઓએ તથા કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડીને તેઓની વરણીને આવકારી હતી. અને અગ્રણીઓએ મીઠાઈ વહેચી ખુશાલી મનાવી હતી.
આ પ્રસંગે શહેર પ્રમુખ ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખની નિર્વિધ્ને થયેલ વરણીને આવકારીએ છીએ અને આ તબક્કે તેઓ કોંગ્રેસનું સૂચન સાંભળી દેશના હિતમાં તેમજ રાજ્ય અને ભરૂચ જિલ્લાના અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા આવકારી અભિનંદન પાઠવું છું. તેઓ ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવું છું.
આ પ્રસંગે શહેર પ્રમુખ ભુપેન્દ્ર જાની લઘુમતી સેલના ચેરમેન ઈકબાલ ઘોરી મ્યુ.સભ્ય રફીક ઝઘડીયાવાલા આમીર હોટલવાલા, રાજુભાઈ વસાવા, યુનુસ શેખ, યુવા અગ્રણી શોએબ ઝઘડીયાવાલા, વસીમ ફડવાલા, સિકંદર ફડવાલા, મહંમદઅલી શેખ, ભાવીન પટેલ, લાલુભાઈ પટેલ, ચેતન પટેલ, જયશ્રીબેન ગુલાબ સિંધા, આઈ.જી.શેખ, શબ્બીર હુશેન શેખ, ગાલીબ પટેલ, અસલમ હાટીયા, ઈમરાન બાણવા, અફઝલ શેખ, સંજયસિંહ રાજ, વિક્રમ મજમુદાર, તાલુકા પંચાયત સભ્ય જાકીર મોતાલા, નાશીર પઠાણ તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.