(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નોર્વેમાં છે અને ત્યાં તેમણે નોર્વે સેન્ટ્રલ બેંકના પ્રમુખ સાથે મુલાકાત કરી છે. આની જાણકારી રાહુલ ગાંધીના કાર્યાલયે ટ્વીટ કરીને આપી, પંરતુ આ ટ્વીટની ખાસ બાબત રાહુલ ગાંધીના પરિધાન છ, કેે જે તેમણે તે ફોટોમાં પહેરેલા દેખાય છે. સામાન્ય રીતે કુર્તા-પાયજામામાં જોવા મળતા રાહુલ ગાંધી અહીંયા બંધ ગળાનો સૂટ પહેરીને બેઠાં છે. રાહુલ ગાંધી જનસભાઓ દરમિયાન પોતાના રફ લુક માટે જાણીતા છે. રેલીઓમાં તેઓ ઘણીવાર કુર્તાની બાંયો સરખી કરતાં પણ જોવા મળ્યાં છે. ઘણી જગ્યાઓ પર રાહુલ ગાંઘી ટી-શર્ટ અને જીન્સમાં પણ જોવા મળ્યાં છે, પરંતુ આ રીતે બંધ ગળાના સૂટમાં કદાચ આ તેમનો પહેલો ફોટો છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ આ પ્રકારનો સૂટ પહેરતા હતા અને કદાચ રાહુલ પણ તેમને જ અનુસરી રહ્યાં છે. રાહુલ આ પરિધાનમાં તદ્દન તેમના પિતા જેવા લાગી રહ્યાં હતાં અને તેમના બેસવાનો અંદાજ પણ તેમના પિતા જેવો જ લાગી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નોર્વેના વિદેશ મંત્રાલયના આમંત્રણ પર થોડા દિવસો માટે ઓસ્લોના પ્રવાસે ગયા છે. આ દરમ્યાન પટનામાં લાલુ યાદવના નેતૃત્વ હેઠળ આયોજિત વિપક્ષની એકતા રેલીમાં તેમની ગેરહાજરીને લઈને પણ પ્રશ્નો ઊભાં કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીનો નવો લુક : પિતાની જેમ પહેર્યો બંધ ગળાનો સૂટ

Recent Comments