(એજન્સી) લખનઉ,તા. ૨૧
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાંસી ઉડાવતા કહ્યું કે સારૂ થયું રાહુલની કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તાજપોશી થઈ રહી છે તેનાથી કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું સરળતાથી સાકાર થશે. તેમણે કહ્યું કે દેશને કોંગ્રેસ મુક્ત કરવાનું ભાજપનું સપનું વધારે ઝડપથી સાકાર થશે. કોંગ્રેસને વંશવાદી પાર્ટી ગણાવતાં યોગીએ કહ્યું કે શા માટે રાહુલની તોજપોશી પર આટલો બધો ગૂંચવડો પેદા કરવામાં આવી રહ્યો છે. યોગીની આ ટીપ્પણી એવે સમયે આવી છે કે જ્યારે કોંગ્રેસ કાર્યકારણી સમિતીએ પાર્ટી અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીના નામ પર મંજૂુરીની મહોર મારી દીધી છે. યોગીએ કહ્યું કે કોંગ્રેસે અધ્યક્ષ બનીને રાહુલ ગાંધી કોંગ્રેસ મુક્ત કરવાનું અમારૂ સપનું સરળ બનાવી દેશે. કોંગ્રેસ વંશવાદ અને પારિવારિક પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે સોનિયા પછી રાહુલ. આની પર આટલી બધી બુમરાણ મચાવવાની કેમ જરૂર છે. યોગીની આ ટીપ્પણી પર ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં યુપી કોંગ્રેસના નેતા અખિલેશ પ્રતાપસિંહે કહ્યું કે યોગી આદિત્યનાથને વડાપ્રધાન મોદીની બીક લાગતી હોવાથી બોલી રહ્યાં છે. ભાજપ દેશને બર્બાદ કરી રહી છે, બધાને આ વાતની ખબર છે. ખુદ ભાજપના નેતાઓ ખાનગીમાં આ વાતનો સ્વીકાર કરે છે. યોગી વડાપ્રધાન મોદીની બીકે રાહુલ ગાંધી વિશે વાત કરી રહ્યાં છે. કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે જે લોકો માટે વિકાસકામો કરી શકે છે.આ પહેલા એક કાર્યક્રમમાં બોલતા યોગીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતમાં ઠેકઠેકાણે મંદિરમાં ફરી રહ્યાં છે. મને ખુશી થઈ કે તેમની બુદ્ધિ ઠેકાણે આવી રહી છે. પરંતુ તેેેેેઓ મંદિરમાં એવી રીતે બેસે છે કે જાણે નમાઝ પઢવા માટે બેઠા હોય. યોગીએ કેહ્યું કે મને રાહુલ પર હસવું આવે છે કે તેમને એટલી પણ ખબર નથી કે મંદિરમાં કેવી રીતે બેસવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિરમાં ગયાં તો એવી રીતે બેઠા કે જાણે નમાઝ પઢવા માટે ન બેઠા હોય.