ધરમપુર ખાતેની જાહેરસભા સ્થળે હાજર રહેલી મહિલાઓએ પ્રિયંકા ગાંધી વાડ્રાના માસ્ક પહેરીને પોતાનો પ્રેમ પ્રિયંકા માટે પ્રદર્શિત કર્યો હતો. સાથે જ યુવકો રાહુલ ગાંધીના માસ્ક પહેરીને સભા સ્થળ પર પહોંચ્યાં હતાં.રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદી પર હુમલો કરનારા રાહુલ ગાંધીની સભામાં લોકોએ ચોકીદાર ચૌર હૈ અને રાફેલના ફોટો સાથેના બેનર અને કટ આઉટ પ્રદર્શિત કર્યાં હતાં. સાથે આક્રોશ પણ લોકોમાં જોવા મળ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ આરએસએસના રિમોટથી સરકાર ચલાવે છે. જેના કારણે પ્રદેશ ગુજરાતમાં અને દેશમાં લોકો ત્રસ્ત થઈ ગયાં છે. સામાન્ય લોકોના પ્રશ્નોને વાચા નથી મળતી માત્ર ઉદ્યોગપતિઓનું જ આ સરકાર સાંભળે છે. જ્યારે કોંગ્રેસ નબળી પડી ત્યારે ધરમપુરથી જ ગુજરાત અને દેશને નવી દિશા મળી છે. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીથી લઈને હવે રાહુલ ગાંધી સમર્થન માટે આવ્યા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે તે દિશા અહિંથી જોવા મળી રહી છે.
રાહુલની સભામાં ચોકીદાર ચોર છે અને રાફેલ વિમાનના બેનર સાથે કાર્યકરોમાં આક્રોશ

Recent Comments