(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પણ રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો ચાલુ રાખતા જણાવ્યું હતું કે, ‘‘જેણે ચોરી કરી છે તેઓ મારી આંખ સામે જોઇ શકતા નથી’’. સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સંસદમાં ચર્ચાને યાદ કરી હતી જ્યારે તેઓ ફ્રાન્સ સાથે એરક્રાફ્ટના સોદા અંગે બોલી રહ્યા હતા તે અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘‘તેઓ (પીએમ મોદી) મારી આંખમાં જોઇ શકતા નથી, તેઓ મારા સિવાય બધા સ્થાને જોઇ રહ્યા હતા’’. કર્ણાટકના બિડરમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ફરીવાર રાફેલ મુદ્દે પીએમ મોદીને ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો.
સરકાર વિરૂદ્ધ પાર્ટીના સતત પ્રહારો વચ્ચે તેમણે કહ્યુંં કે, રાફેલ મુદ્દે મોદી સાથે હું તમે ઇચ્છો તેટલી, તમે જેટલા કલાક ઇચ્છો તેટલા કલાક ચર્ચા કરવા તૈયાર છું અને તેઓ એક સેકન્ડ પણ મારી સાથે વાત નહીં કરી શકે’’. કોંગ્રેસે ભ્રષ્ટાચારના મુદ્દાને જાહેર અભિયાન બનાવી સરકારને ઘેરવાનું નક્કી કર્યું છે જેમાં બેંક કૌભાંડો, રાફેલ સોદો અને દેશના અર્થતંત્રને દર્શાવવામાં આવશે. કોંગ્રેસની નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા કોંગ્રેસ વર્કિંગ કમિટીની તાજેતરની બેઠકમાં આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
“તમે ઈચ્છો તેટલી લાંબી ચર્ચા થઈ જાય” રાફેલ મુદ્દે રાહુલનો મોદીને પડકાર

Recent Comments