નવી દિલ્હી, તા. ૨૩
છેલ્લા ચાર દિવસમાં બીજા ટ્રેન અકસ્માત બાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રાજીનામાની ઓફર કરી છે. સુરેશ પ્રભુએ ટિ્‌વટર પર લખ્યું હતું કે, તેઓ આ ટ્રેન અકસ્માતની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે અને નૈતિકતાના ધોરણે રાજીનામું આપવા તૈયાર છે અને તેઓ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. પ્રભુએ પોતાની ટિ્‌વટરની સિરીઝમાં જણાવ્યંુ હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પણ ઓછા મંત્રીપદના કાર્યકાળમાં મેં રેલવેના સુધારા માટે મારૂ લોહી આપ્યું છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં રેલવેમાં દશકોથી રહેલી ઉણપોને દૂર કરી ઘણા સુધારા કરવાના પ્રયાસ હાથ ધર્યા છે.
ટ્રેન અકસ્માત અંગે ૧૦ મુદ્દાઓ
૧. સુરેશ પ્રભુએ ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, હું વડાપ્રધાન મોદીને મળ્યો અને સમગ્ર અકસ્માતની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે. વડાપ્રધાને મને રાહ જોવા જણાવ્યંુ છે.
૨. સુરેશ પ્રભુના રાજીનામાની વાતો ત્યારે વહેતી થઇ જ્યારે રેલવે બોર્ડના ચેરમેન એકે મિત્તલે કોઇ અંગત કારણોસર રાજીનામું આપી દેવાની વાત સામે આવી. એર ઇન્ડિયા નેશનલ ચેરમેન અશ્વિની લોહાનીને મિત્તલના સ્થાને રેેલવે બોર્ડના ચેરમેન બનાવાયા છે.
૩. મિત્તલ પ્રથમ એવા બોર્ડ ચેરમેન હતા જેમને રેલવેના ઇતિહાસમાં બીજો કાર્યકાળ સોંપાયો હતો. ઉત્તરપ્રદેશમાં ઉત્કલ એક્સપ્રેસ ખડી પડવાને કારણે મિત્તલે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું હોવાનું પણ કહેવાય છે.
૪. વહેલી સવારે ફરીએકવાર ઉત્તર પ્રદેશમાં જ અલીગઢ નજીક દિલ્હી જઇ રહેલી કેફિયત એક્સપ્રેસ પાટા પર ઊંધા વળી ગયેલા ડંપર સાથે અથડાતા તેના ૧૦ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેમાં ૭૦થી વધુ લોકો ઘવાયા હતા.
૫. પોતાના પાંચ ટિ્‌વટમાં સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પણ ઓછા મંત્રીપદના કાર્યકાળમાં મેં રેલવેના સુધારા માટે મારૂ લોહી આપ્યું છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં રેલવેમાં દશકોથી રહેલી ઉણપોને દૂર કરી ઘણા સુધારા કરવાના પ્રયાસ હાથ ધર્યા છે.
૬. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં સતત બે ટ્રેન અકસ્માતો સર્જાતા વિપક્ષે સુરેશ પ્રભુનું રાજીનામું માગ્યું હતું.
૭. સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલવે બોર્ડના ચેરમેનના રાજીનામા બાદ રેલવેપ્રધાન પર તેમની જવાબદારી હોવાનું દબાણ હતું.
મારૂ વચન છે કે, રેલવે આ માર્ગથી હવે પ્રગતિ કરી રહ્યું છે. કમનસીબ અકસ્માતો, ઇજાઓ અને કિંમતી જીવનના ભોગને કારણે મને દુઃખ થયું છે. આના કારણે મને ઘણો આઘાત લાગ્યો છે અને જેથી હું વડાપ્રધાન મોદીને મળ્યો પરંતુ તેમણે મને રાહ જોવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે વહેલી સવારે એક રેતી ભરેલું ડંપર ટ્રેનના પાટા પરથી પસાર થવામાં પલટી ખાઇ ગયું હતું જેના કારણે આ જ પાટા પર આવતી કેફિયત એક્સપ્રેસ ડંપર સાથે અથડાતા દુર્ઘટનાગ્રસ્ત બની હતી.