(એજન્સી) તા.૧૯
અયોધ્યામાં રામમંદિરના નિર્માણની હિમાયત કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ બુધવારે કહ્યું કે આ મુદ્દાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરવો જોઇએ. રાજ ઠાકરેએ આરોપ મૂક્યો હતો કે ભાજપ જુદા જુદા મોર્ચા પર પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે મંદિરનો મુદ્દો ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પાત્રતા તથા પ્રવેશ પરીક્ષા(એનઈઈટી), દૂધ ઉત્પાદકોના જારી આંદોલન, અરબ સાગરમાં છત્રપતિ શિવાજીના પ્રસ્તાવિત સ્મારક અને બુલેટ ટ્રેન પરિયોજના સહિત અનેક મુદ્દાને લઈને કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારની ટીકા પણ કરી હતી. ઠાકરેએ કહ્યું કે રામમંદિરનું નિર્માણ થવું જોઈએ પરંતુ આ મુદ્દાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ના કરવો જોઈએ. તે ખોટું છે. ગત ચાર વર્ષમાં મોદી સરકારે કોઈ કામ નથી કર્યુ. જેને તે વિકાસકાર્ય તરીકે બતાવી શકે. સરકારની નિષ્ફળતાને છુપાવવા માટે રામમંદિરનો ઉઠાવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ઈચ્છે છે કે મંદિરના મુદ્દા પર આ દેશમાં રમખાણો થાય. ઠાકરેએ કહ્યું કે ભાજપ રામમંદિરનો ઉઠાવી શકતી હતી કેમ કે તેમની પાસે બહુમત છે પરંતુ તેણે નોટબંધી, યોગ વગેરે જેવા મુદ્દા ઉઠાવ્યા અને હવે ચાર વર્ષ બાદ તે મંદિરના વિશે ફરી વાત કરવા લાગ્યો છે. તેમણે મુંબઈના મંત્રાલયની બહાર ખાડાથી ભરેલા માર્ગો અને તેનાથી થતી દુર્ઘટનાઓ પર વિરોધ વ્યક્ત કરવા માટે ફૂટપાથના ખોદકામ કરનારા મનસેના કાર્યકર્તાઓની ધરપકડ પર ભાજપની મહારાષ્ટ્ર સરકારની પણ આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ મૂક્યો કે પોલીસે મનસે કાર્યકર્તાઓ વિરુદ્ધ નિર્મમતા વર્તી છે અને તેમની સાથે મારપીટ કરી હતી. હું રાજ્ય સરકારને એક સવાલ કરવા માગું છું કે જો કાલ તમને વિપક્ષમાં બેસવું પડશે તો શું તમે તમારી પાર્ટી કાર્યકરો વિરુદ્ધ આ પ્રકારના વર્તનને સ્વીકારશો ? ઠાકરેએ એનઈઈટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સ્થાનિક વિદ્યાર્થીઓની કિંમત પર બહારના વિદ્યાર્થીઓને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.