(એજન્સી) મુંબઈ, તા.૬
અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાના સસરા બિઝનેસમેન રજન નંદાનું ગતરાત્રે નિધન થયું છે. સૂત્રોની માને તો નંદાનું નિધન ગોરેગાંવની હોસ્પિટલમાં થયું. અમિતાભ બચ્ચન જે બ્રહ્માસ્ત્રનું શુટીંગ બુલગેરિયામાં કરી રહ્યા હતા. તેઓ પાછા ભારત આવી રહ્યા છે. તેમણે આ ખબર તેમના બ્લોગમાં લખી હતી. શ્વેતાના લગ્ન રજન નંદાના પુત્ર નિખીલ નંદા સાથે થયા હતા. શ્વેતા અને નિખીલને નવ્યા અને અગસ્ત્યા નામના બે પુત્ર-પુત્રી છે. બીગ-બીએ બ્લોગમાં લખ્યું છે. મારા સંબંધી મિ.રજન નંદા અને નિખીલના પિતા અને શ્વેતાના સસરાનું નિધન થયું છે. હું ભારત પાછો આવી રહ્યો છું. રજન નંદા એસ્કોટ ગ્રુપના ચેરમેન હતા. જ્યારે તેમના પુત્ર નિખીલ કંપનીના મેનેજિંગ ડાયરેકટર છે. રીશી અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સાહનીએ ભરત શાહની સાથે લગ્ન કર્યા છે જે નંદા પરિવારના સંબંધી છે. તેમણે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરતાં કહ્યું કે આ દિગ્ગજ તરીકે અમને અને મને તમે હંમેશા યાદ આવશે. આભાર તમારો બધાને પ્રેમ કરવા બદલ અમે તમને ખૂબ જ યાદ કરીશું. અંકલ રજનની આત્માને શાંતિ રિદ્ધિમાએ આ પોસ્ટ રજન નંદાના ફોટા સાથે પોસ્ટ કરી હતી.