(એજન્સી) અલવર, તા.૧
રાજસ્થાન મંત્રી મમતા ભૂપેશે પોતાની જ્ઞાતિના વિકાસને પ્રાધાન્ય આપવા અંગે વાત કરતા તેણી વિવાદનું કેન્દ્ર બની છે.
મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભૂપેશે અલવર જિલ્લાના રેમી શહેરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, મારું પ્રથમ કર્તવ્ય મારી જ્ઞાતિના લોકોના કલ્યાણ તરફ કામ કરવાનું છે અને ત્યારબાદ સમાજ માટે કામ કરવાનું. હું બધા માટે કામ કરવાનો ઉદ્દેશ્ય ધરાવું છું.
રાજસ્થાનની ર૦૦ વિધાનસભા બેઠકોમાંથી તાજેતરમાં ૧૯૯ બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસે ૯૯ બેઠકો સાથે બહુમતી મેળવી હતી.