(એજન્સી)
જયપુર, તા.૧૦
કોંગ્રેસે સોમવારે અન્ય વિપક્ષી દળોની સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વિરૂદ્ધ ભારત બંધનું આયોજન કર્યું હતું. જેની પર હવે રાજકારણ થઈ રહ્યું છે. હવે રાજસ્થાનની ભાજપના મંત્રી રાજકુમાર રિણંવાએ સરકારનો બચાવ કરતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં જે ક્રૂડ ઓઈલ હોય છે તેના પ્રમાણે ચાલે છે. સરકાર પ્રયત્ન કરી રહી છે. આટલા ખર્ચા છે. ચારે બાજુ પર છે, આટલા ખર્ચા છે. જનતા સમજતી નથી કે ક્રૂડ ઓઈલનો ભાવ વધી ગયો તો થોડો ખર્ચો ઓછો કરી દે.
મંત્રીના આવા નિવેદન પર રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે જણાવ્યું કે, ભાજપ નેતૃત્વ તરફથી આવી ટિપ્પણીઓ આપણને બતાવે છે કે તે કેટલા અભિમાની છે, તેઓ લોકોની જરૂરતો પ્રત્યે અસંવેદનશીલ છે. જ્યારે લોકો મોંંઘવારી અને પેટ્રોલના ભાવથી હેરાન થઈ રહ્યા છે તો તેઓ પોતાના નિવેદનોથી પરિસ્થિતિ વધુ ખરાબ કરી રહ્યા છે.
ત્યાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વિરૂદ્ધ કોંગ્રેસના નેતૃત્વમાં ૧૬ વિપક્ષી દળોના નેતાઓએ સોમવારે એક મંચ પર આવીને નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી અને આગામી લોકસભા ચૂંટણીમાં એકજૂથ થઈને લડવા તેમજ ભાજપને પરાજીત કરવાનું આહવાન કર્યું. કોંગ્રેસ દ્વારા એલાન કરાયેલા ‘ભારત બંધ’ હેઠળ આયોજીત વિરોધ પ્રદર્શનમાં વધુ પડતી વિપક્ષી દળોના નેતા એક મંચ પર આવ્યા. કોંગ્રેસનું કહેવું છે કે ૧૬ દળોના નેતાઓએ મંચ શેર કર્યો અને અન્ય પાંચ-છ પાર્ટીઓ પણ પોતાના સ્તરથી ‘ભારત બંધ’માં સામેલ છે.