(એજન્સી) જયપુર, તા.ર૩
રાજસ્થાન સરકારે સરકારી અધિકારીઓને રક્ષણ આપતો વટહુકમ બહાર પાડયો છે. જેમાં અધિકારીઓ સામે તપાસ કરતા પહેલાં સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત કરાઈ છે. વધુમાં મીડિયા ઉપર પણ પ્રકાશન માટે મંજૂરી ફરજિયાત કરાઈ છે. વટહુકમનો વિરોધ કરાઈ રહ્યો છે જેમાં ભાજપના પણ બે ધારાસભ્યો જોડાયા છે. એમણે વટહુકમની સરખામણી ૧૯૭પના કટોકટીકાળ સાથે કરી છે. વટહુકમને હાઈકોર્ટમાં પડકારાયો છે.
સમગ્ર ઘટનાના ૧૦ મુદ્દાઓ આ મુજબ છે.
૧. ભાજપના ધારાસભ્યો નરપતસિંહ રાજવી અને ઘનશ્યામ તિવારી વટહુકમનો વિરોધ કરવા લોકો સાથે જોડાયા છે અને પોતાનો વાંધો દર્શાવી કાયદાને બોલતું બંધ કરાવનાર કાયદો તરીકે ઓળખાવ્યું છે.
ર. તિવારીએ કહ્યું આ વટહુકમ પક્ષના સિદ્ધાંતો વિરૂદ્ધ છે. અમે કટોકટી સામે લડીને ભાજપને સત્તામાં એના માટે નથી લાવ્યા હતા કે એ આ પ્રકારના કાયદાઓ ઘડશે.
૩. નવા કાયદા મુજબ સરકારને નિર્ણય કરવા માટે ૬ મહિનાનો સમય મળશે જે દરમિયાન એ વિચારશે કે શું કોર્ટે તપાસના આદેશ આપવા કે નહીં.
૪. આ કાયદાથી મીડિયાને કોઈપણ જજ અથવા સરકારી અધિકારીની ઓળખ જાહેર કરવાનો અધિકાર રહેશે નહીં. જ્યાં સુધી સરકાર એમને મંજૂરી આપે. જો કાયદાનો ભંગ કરાશે તો પત્રકારોને બે વર્ષ સુધી જેલ અને દંડની જોગવાઈઓનો સામનો કરવો પડશે.
પ. વકીલ દ્વારા આ વટહુકમને પડકારાયો છે. એમણે વટહુકમને મનસ્વી અને દ્વેષબુદ્ધિવાળો જણાવેલ છે. એમણે કહ્યું કે, સમાજના એક મોટા વર્ગને ભ્રષ્ટાચાર આચરવા માટે લાયસન્સ મળી જશે.
૬. કાયદાકીય પડકારો છતાંય રાજસ્થાન સરકારે વટહુકમને કાયદાનો સ્વરૂપ આપવા ગૃહમાં રજૂ કર્યો છે. ભાજપની સંપૂર્ણ બહુમતી હોવાથી વટહુકમ કાયદામાં પરિવર્તિત થઈ જશે.
૭. કોંગ્રેસ નેતા સચિન પાયલટે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી છે. એમણે કહ્યું કે, અમે સરકારને એમના ભ્રષ્ટાચારો છાવરવા પરવાનગી નહીં આપીશું. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી છે માનનીય મુખ્યમંત્રી બધા જ તિરસ્કારો સાથે અમે ર૧મી સદીમાં જીવી રહ્યા છીએ. આ ર૦૧૭નું વર્ષ છે નહીં કે ૧૮૧૭નું.
૮. બધા જ વિવાદોનો સામનો કરતાં રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર રાઠોડે કાયદાનો બચાવ કરતાં કહ્યું છે કે, લોકો અધિકારીઓ સામે ખોટી ફરિયાદો કરે છે જેમને રક્ષણ આપવાની જરૂર છે.
૯. એડિટર્સ ગિલ્ડે મુખ્યમંત્રી રાજેને જણાવ્યું છે. કાયદા દ્વારા સરકારને વધુ સત્તા મળશે જેથી પત્રકારોને પણ જેલમાં પૂરી દેવાશે જેનાથી પ્રેસની સ્વતંત્રતા જોખમાશે.
૧૦. મનમોહનસિંગની સરકારે આ પ્રકારનો સુધારો ર૦૧૩ના વર્ષમાં કર્યો હતો જેમાં ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની જોગવાઈઓમાં સુધારો કરાયો હતો. મહારાષ્ટ્ર સરકારે પણ આ જ પ્રકારનો કાયદો ર૦૧પમાં ઘડયો હતો. પણ કોઈપણ કાયદાએ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકતી જોગવાઈઓ કરી ન હતી. વધુમાં કોઈપણ કાયદાએ ફોજદારી ગુનો ગણાવ્યો ન હતો.
રાજસ્થાનમાં યોજાયેલ સેમિનારમાં વરૂણ ગાંધી ગેરહાજર
ભાજપા સાંસદ વરૂણ ગાંધીની રવિવારે બિકાનેરમાં અચાનક તબિયત ખરાબ થતાં તેઓ દિલ્હી પાછા જતા રહ્યા હતા. તેઓ બિકાનેરમાં રાષ્ટ્રવાદ અંગેના સેમિનારમાં હાજરી આપવા આવી રહ્યા હતા. પણ રસ્તામાં અચાનક જ તબિયત ખરાબ થતાં તેમને અધવચ્ચેથી પાછા વળવું પડ્યું હતું અને તેઓ દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તેમના ખાનગી સચિવના કહેવા મુજબ એમ્સમાં તેમની તપાસ કરવામાં આવી હતી જેમાં તેમને ડેન્ગ્યુ થયા હોવાની પુષ્ટિ કરાઈ હતી. વરૂણ ગાંધી રવિવારે સવારે ચાર્ટર્ડ પ્લેનથી નાલ એરપોર્ટ પહોંચ્યા અને ત્યારબાદ તેઓ રોડ માર્ગ દ્વારા લુણકરણસર જવા રવાના થઈ ગયા હતા. તેઓને સારસ્વત કોમ્યુનિટી કાઉન્સિલિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજનમાં મુખ્ય પ્રવકતા તરીકે બોલાવ્યા હતા. થોડી દૂર જતાં જ તેમને ઉલ્ટીઓ થવા લાગી અને સખ્ત તાવ આવવા લાગ્યો હતો. રસ્તામાં વધારે તબિયત બગડતા તેઓ રસ્તામાંંથી જ એરપોર્ટ પરત ફરી ગયા હતા. વરૂણ બીમારીના લીધે રસ્તામાંથી પરત ફર્યા બાદ ત્યાં કાર્યક્રમ સ્થળમાં અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે જે મંચ પર તેમને સંબોધિત કરવાના હતા એમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી વિરેન્દ્ર બેનિવાલની હાજરીને લીધે તેઓ પાછા દિલ્હી જતા રહ્યા હતા.

ખરેખર કોને ઇનામ ? રાજસ્થાન સરકારના વટહુકમનો મોટાપાયે દુરૂપયોગ થઇ શકે
વહીવટી અધિકારીઓ, જજો અને મેજિસ્ટ્રેટોને બચાવતા રાજસ્થાન સરકારના વટહુકમે લોકોને મતોનો બે ભાગમાં વહેંચી દીધા છે. એક તરફ બધા નહીં પણ ઘણા બધા વહીવટી અધિકારીઓ માની રહ્યા છે કે, સરકારી અધિરકારીઓની પ્રતિષ્ઠા અને કારકિર્દીને નુકસાન ન થાય અને ઓછામાં ઓછું રાજ્ય સરકાર તેમને રક્ષણ આપી શકે જ્યારે બીજી તરફ પત્રકારિતામાં સામેલ, વિદ્વાનો અને બંધારણીય કાયદાના નિષ્ણાતો સહજ રીતે જ એવું માની રહ્યા છે કે, આ વટહુકમ બંધારણીયતાનો હાર્દ બનવામાં નિષ્ફળ નિવળી રહ્યો છે. પત્રકારોને વહીવટી અધિકારીઓ પર લગાવાયેલા આરોપો વિરૂદ્ધ રિપોર્ટિંગ કરવાથી રોકતો કાયદો હોવાથી જ્યાં સુધી રાજ્ય સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી તેની સામે કેસ ચાલી શકે નહીં. આવા આરોપોની સુનાવણી માટે રાજ્ય સરકાર ૧૮૦ દિવસ અથવા ૬ મહિનાનો સમય પણ લઇ શકે છે. ભ્રષ્ટાચારના આરોપો સામે છ મહિના સુધી કોઇ રિપોર્ટિંગ ન થાય તો સીધી રીતે જ વ્હીસલ બ્લોઅર અને પત્રકારિતા માટે નિરાશાવાદી પગલું છે જેઓ વહીવટી અધિકારીઓ સામે આરોપો લગાવી તેમને ઓછામાં ઓછી ૨ વર્ષની સજા કરાવી શકે છે.
એડિટર્સ સંઘે રાજસ્થાનના અપરાધિક કાયદા (સુધારા) વટહુકમ ૨૦૧૭ને વખોડી કાઢ્યો
રાજસ્થાન સરકાર દ્વારા અપરાધિક કાયદા (સુધારા) વટહુકમ ૨૦૧૭ને ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન પસાર કરતા એડિટર્સ ગિલ્ડે આ પગલાંને વખોડી કાઢ્યો છે. એડટર્સ સંઘના અધ્યક્ષ રાજ ચેંગપ્પા, મહાસચિવ પ્રકાશ દૂબે અને ખજાનચી કલ્યાણી શંકરે જણાવ્યું હતું કે, આ નકલી ફરિયાદો વિરૂદ્ધ જજો અને વહીવટી અધિકારીઓને બચાવવા માટેનું પગલું દેખાઇ રહ્યું છે. પરંતુ તે ખરેખર મીડિયાને ઘાતક રીતે હેરાન કરવાના હથિયાર તરીકે છે જેમાં ભારતીય બંધારણે આપેલી પ્રેસની આઝાદીની બાંહેધરીને તોડી પાડવા સરકારી અધિકારીઓ દ્વારા ભરાતા પગલાંને બચાવવાનો હેતુ પણ છૂપાયેલો છે. કાયદાને વાંચી સંભળાવતા એડિટર્સ ગિલ્ડે માગ કરી હતી કે આ કાયદાકીય વટહુકમને તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવે અને કાયદો બનવાથી રોકવામાં આવે. એડિટર્સ ગિલ્ડના નિવેદનમાં જણાવાયું હતું કે, જે લોકો ખોટા દાવાઓ કરી રહ્યા છે તેમને સુરક્ષા આપવી કે, સજા કરવાના પગલાં લેવા તેના કરતા રાજસ્થાન સરકારે જેના દ્વારા સાચો સંદેશ મળી રહ્યો હતો તેને દંડો ફટકારવાનું કામ કર્યું છે. જ્યારે ગિલ્ડ કોર્ટના કાયદામાં નોંધાયેલી ફરિયાદો અંગે સ્પષ્ટ, નિયંત્રિત અને જવાબદાર પત્રકારિતા કરવા બંધાયેલું છે. ગિલ્ડનું માનવું છે કે, રાજસ્થાન સરકાર દ્વારા પસાર કરાયેલી વટહુકમને પગલે જાહેર હિત માટે કામ કરતા પત્રકારોને જેલની સજા પણ થઇ શકે છે.