વીરપુરમાં આવેલ દરિયાઈ પીર બાવાની દરગાહ શરીફ પર છેલ્લા ૨૭ વર્ષથી કોમી એકતાના દર્શન થાય છે રાજેસ્થાનના હિન્દુ બાબલાભાઈ પટેલ તથા તેમના ૫૦ માણસોની ટીમ સાથે ૨૬ વર્ષથી ઉર્ષના મેળામાં આવતા ૨ લાખથી વધુ શ્રદ્ધાળુને જમાડી પુણ્યનું ભાથું બાધી રહ્યા છે પટેલ પરિવારનો ૨૮માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા મુસ્લિમ બિરાદરોના આગેવાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
વીરપુરમાં આવેલ દરિયાઈ પીરની દરગાહ પર ઉર્ષમાં છેલ્લા ૨૭ વર્ષથી સેવાનું કાર્ય કરી રહેલા રાજેસ્થાનના વતની અને મુંબઈમાં સ્થાયી થયેલા પટેલ બાબલાભાઇ દ્વારા ઉર્ષના મેળા પ્રસંગે વીરપુરમાં પોતાના પરિવાર સાથે આવે છે જ્યાં આ પીરબાવા સાહેબની દરગાહ ઉપર આવતાશ્રદ્ધાળુઓને નિઃશુલ્ક જમાડી રહ્યા છે. આ સેવાના કાર્યથી કોમી એકતાના દર્શન કરી ઉર્ષમાં આવેલા શ્રદ્ધાળુઓ પ્રભાવિત થઇ ગયા હતા. સેવાનું કર્યું કરી રહેલા બાબાભાઈએ પ્રફુલિત મનથી જણાવ્યું હતું કે, આ એક સેવાનું કામ છે. આ કાર્યમાં કોઈ જ પ્રકારની નાત જાત હોતી નથી. અને દરિયાઈ પીર બાવામાં ખૂબ જ શ્રદ્ધા છે. જેથી આ કાર્ય મેં ૨૭ વર્ષ પહેલા શરૂ કર્યું હતું અને આ સેવાનું કાર્ય આજે પણ કાર્યરત છે. આવનાર સમયમાં પણ આ સેવા અવિરત રીતે ચાલુ રહશે. આ કાર્ય કરવાથી મનને તથા આત્માને મળતો આનંદ સબશાંતિનો અનુભવ કરાવે છે. ૨૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ દરમ્યાન હિન્દૂ તથા મુસ્લિમ બિરાદરોએ બાબલાભાઇ તથા તેમના પરિવારનું સન્માન કર્યું હતું.