(એજન્સી)
જયપુર, તા.૧પ
રાજસ્થાનમાં મુસ્લિમોની સતત થઈ રહેલ હત્યા અંગે જમીયત ઉલેમા-એ-રાજસ્થાનના ઉપાધ્યક્ષ શબ્બીર અહમદે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકાર સાંપ્રદાયિક તત્ત્વોને રોકવામાં અસફળ રહી છે. રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા સાથે મુલાકાત કર્યા બાદ ઈન્કલાબ બ્યુરો સાથે વાતચીત કરી હતી અને સંસ્થા દ્વારા સરકાર પાસે કઈ-કઈ માગણીઓ કરી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગૃહમંત્રી સાથેની મુલાકાત દરમ્યાન પહલુ ખાન અને ઉમરખાનના મામલાથી વાતચીતનો દોર ચાલુ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે જમીયત ઉલેમા-એ રાજસ્થાનના અધ્યક્ષ મૌલાના યાહ્યા કરીમીએ બ્યુરો સાથે વાત કર્યા બાદ આકસ્મિક રીતે તેઓ ત્યાં પહોંચ્યા હતા. શબ્બીર અહેમદે જણાવ્યું કે, ગૃહમંત્રી સમક્ષ પ્રતિનિધિ મંડળે પહલુખાન, ઝફરખાન, ઉમરખાન અને હવે રાજસમંદના અફરાઝુલ ઈસ્લામની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો. અને આ બર્બરતા અને ક્રૂરતાપૂર્વક કરાયેલ હત્યાથી દેશમાં દરેક શાંતિપૂર્ણ લોકો તણાવ અનુભવી રહ્યા છે. એમણે જણાવ્યું કે અમે ગૃહમંત્રીને કહ્યું કે એક અંગત સમૂહ દ્વારા કાયદો હાથમાં લઈને નિર્દોષ લોકોની હત્યા નિપજાવવાની બાબતને યોગ્ય ઠેરવી શકાય નહી. શબ્બીર અહેમદે જણાવ્યું કે, લવજિહાદ જેવા પાયાવિહિન મુદ્દા ઉભા કરીને સમાજમાં નફરતને થોપવી, ખાસ કરીને રાજસ્થાનમાં આ એક ગંભીર સ્વરૂપ લઈ ચૂક્યું છે. એમણે કહ્યું કે અમે બજરંગ દળ દ્વારા વહેંચવા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને ફરિયાદ કરી. તેમણે એમ પણ જણાવ્યું કે, અમે ગૃહમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું છે. આ આવેદન પત્રમાં એમણે એ વાત પણ મૂકી છે કે પહલુખાનના હત્યારા નિર્દોષ નથી અને હત્યા કરનાર આવા લોકો એકલા પણ નથી, બલ્કે એ તમામ લોકો હત્યારા છે જેમણે રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ ઊભી કરી છે.