પ્રાંતિજ, તા. ૧૮
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજના અનવરપુરા ખાતે આવેલ ધી અનવરપુરા દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંડળીના ચેરમેન સામે ૫૦ લાખના લોન ગોટાળાનો આક્શેપને લઇને મંડળીના સાત સભ્યો દ્વારા રાજીનામાં ધરી દીધાં છે.
અનવરપુરા ગામે આવેલ દુધ ઉત્પાદક સહકારી મંડળી માં મંડળી ના ચેરમેન શેતલભાઇ પ્રવીણભાઈ પટેલ દ્વારા ૫૦ લાખના લોન ગોટાળા નો આક્શેપને લઈને મંડળીમાં આવેલ ૧૧ સભ્યો માંથી ૭ સભ્યોએ જીલ્લા રજીસ્ટ્રાર ચૌહાણને પોતાના રાજીનામા ધરી દીધાં છે. જેમાં મંડળીના વાઇસચેરમેન સંજયભાઇ રમેશભાઇ પટેલનો પણ સમાવેશ થાય છે. તો જીલ્લા રજીસ્ટ્રાર ચૌહાણ દ્વારા આ અંગેની જાણ લેખિત માં સાબરડેરીમાં કરતાં સાબરડેરી દ્વારા વિજયભાઇ એમ.પટેલની આજરોજ નિમણુક કરતાં તેવોએ વહીવટી ચાર્જ સંભાળ્યો છે.
દુધમંડળીના ૧૧ સભ્યો માંથી કોને કોને રાજીનામાં ધરી દીધાં.? (૧) સંજયભાઇ રમેશભાઇ પટેલ (વાઇસ ચેરમેન) (૨) કાન્તીભાઇ સોમાભાઇ પટેલ (સભ્ય) (૩) સુરેશભાઇ કાન્તીભાઈ પટેલ (સભ્ય) (૪) જય પ્રકાશ મોહનભાઇ પટેલ (સભ્ય) (૫) દિનેશભાઇ જેઠાભાઇ પટેલ (સભ્ય) (૬) ભાવીકભાઇ ભગાભાઇ પટેલ (સભ્ય) (૭) અમૃતભાઇ અંબાલાલભાઇ પટેલ (સભ્ય)
સાબરડેરીના નિમાયેલા અધિકારી વિજયભાઇનુ કહેવું છે. સાતસભ્યોએ જીલ્લા રજીસ્ટ્રારને રાજીનામાં આપતાં જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા લેખિત માં સાબરડેરી ને જાણ કરતાં આજ રોજ મે ચાર્જ સંભાળ્યો છે અને તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે હાલતો કશું કહીં શકાય નહીં.