મોડાસા,તા.૧ર
મોડાસા નગરપાલિકામાં ભાજપ શાસિત વર્તમાન પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષોની બીજી મુદ્દત માટેની ચૂંટણી આજ રોજ નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ જેમાં ભાજપના સુભાષભાઈ શાહની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી જ્યારે ઉપપ્રમુખ તરીકે જયોત્સનાબેન કડિયાની પસંદગી કરાઈ હતી.
ગુજરાત ટુડેમાં આવેલા અહેવાલ પ્રમાણે ભાજપા જુથબંધીની બિમારીથી ત્રસ્ત હતી અને ભાજપાના કોર્પોરેટરમાં રીતસરના બે ભાગલા પડી ગયા હતા. જેમાં સુભાષભાઈ શાહ સમર્પિત યુથ તથા કિશનભાઈ શાહ સમર્પિત જૂથ ગત રાત્રી સામ-સામે આવી ગયા હતા અને પક્ષના મોવડીમંડળ સુધી પોતાની રજૂઆત કરી હતી. જૂથબંધી ચરમસીમાએ પહોંચી હતી. તેવામાં કોંગ્રેસ પક્ષ બાજી મારી જશે તેવા એધાણ વર્તાઈ રહ્યા હતા. પરંતુ આજ રોજ અમિતશાહ સમર્પિત જૂથના સુભાષભાઈ શાહના નામનો મેન્ડેટ આવતા સુભાષભાઈ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને અસંતુષ્ટ જૂથના ૬ કોર્પોરેટરોમાં આંગળા નાયતા રહી ગયા હતા. પરંતુ અસંતુષ્ટ જૂથના ૬ કોર્પોરેટરો પોતાની સાથે પક્ષ દ્વારા દગો અને છેતરપિંડીનો અહેસાસ થતા બપોર પછી ૬ કોર્પોરેટરો એ પોતાના રાજીનામા નગરપાલિકાના મુખ્ય અધિકારીને સોપી રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. ભાજપના કિશનભાઈ શાહ સમર્થિત ૬ કોર્પોરેટરોના અચાનક રાજીનામાથી રાજકીય વર્તુળોમાં તરેર-તરેરની ધારણાઓ એ જન્મ લીધો છે. અભારે પ્રશ્ન એ થાય છે કે જો આ ભાજપના ૬ અસંતુષ્ટો એ પહેલેથી કોંગ્રેસનું સમર્થન માગ્યુ હોત તો કોંગ્રેસ પક્ષ ૬ કોર્પોરેટરોમાંથી એક તે પ્રમુખ અને બીજાને ઉપપ્રમુખ બનાવી રાજકીય જીત મેળવી શક્ય હોત પરંતુ આજે ભાજપના પ્રમુખ-ઉપ્રમુખની વરણી થયા પછી રાજીનામાં આપતા હવે શું ? અનેક તર્ક-વિર્તકો પેદા થયા છે.