(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય માકનના રાજીનામાના સમાચારોને નકારતા કોંગ્રેસના પ્રભારી પીસી ચાકોએ મંગળવારે જણાવ્યું કે માકને રાજીનામું આપ્યું નથી અને તેઓ વિદેશથી આરોગ્ય તપાસ કરાવીને પરત ફર્યા પછી કામકાજ ચાલું રાખશે. ચાકોએ જણાવ્યું કે માકને રાજીનામું આપ્યું નથી અને તેઓ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પર જળવાઈ રહેશે. તેમણે જણાવ્યું કે તેમણે આરોગ્ય તપાસ માટે વિદેશ જવા વિશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મને માહિતી આપી હતી. તેઓ રર સપ્ટેમ્બરે ભારત પરત ફરશે.
ત્યાં દિલ્હી કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે રાજીનામાની અફવા તે લોકોએ ફેલાવી છે. જે પાર્ટીના શુભચિંતક નથી. દિલ્હી કોંગ્રેસ માકનના નેતૃત્વમાં સંપૂર્ણ મહેનત કરી રહી છે અને નિગમ ચૂંટણી તેમજ કેટલીક અન્ય ચૂંટણીમાં તેનું પરિણામ જોવા મળ્યું હતું. તેમણે જણાવ્યું કે અજય માકનની કમરમાં તકલીફ છે અને તેઓ તેની સારવાર કરાવી રહ્યા છે. તેમજ તેની તપાસ માટે વિદેશ ગયા છે.