(એજન્સી) તા.ર૦
સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૭૪મી જન્મ જયંતિ નિમિત્તે તેમના પુત્ર અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપી.એ ચેરપર્સન સોનિયા ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ નવી દિલ્હી ખાતે આવેલી રાજીવ ગાંધીની સમાધિ વીરભૂમિ ખાતે હાજરી આપી દેશના સાતમા વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ રાજીવ ગાંધીની સમાધિ પર હાજરી આપી હતી.