(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ આજે તેમને યાદ કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેમની સિદ્ધિઓની વાત કરવામાં આવી હતી. ૨૧મી મે ૧૯૯૧ના દિવસે રાત્રે ૧૦.૨૧ વાગ્યે તમિલનાડુના શ્રીપેરમબદૂરમાં કરાયેલા વિસ્ફોટમાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. રાજીવ ગાંધી દેશના છઠ્ઠા અને સૌથી યુવા વડાપ્રધાન તરીકે હતા. રાજીવ ગાંધી હત્યા કેસના કાવતરામાં સામેલ રહેલા અપરાધી આજે પણ જેલમાં છે. આને લઈને જુદા જુદા દાવા હજુ પણ કરવામાં આવી રહ્યા છે. ૨૦મી ઓગષ્ટ ૧૯૪૪ના દિવસે જન્મેલા રાજીવ ગાંધીએ પોતાની માતા અને ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશની જવાબદારી સંભાળી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ આજે તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને યાદ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેમની સિદ્ધિઓને યાદ કરતા કહ્યું હતું કે ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન રાજીવ ગાંધીએ કર્યું હતું. ૨૧મી મેના દિવસને ગોઝારા દિવસ તરીકે દેશ હંમેશા યાદ કરે છે. રાજીવ ગાંધીએ દેશને ૨૧મી સદીનું સપનું આપ્યું હતું અને સમગ્ર વિશ્વ ભારત તરફ આશાના કિરણ સાથે જોઈ રહ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આજે તેમને શ્રધ્ધાંજલિ આપી હતી અને તેમની સિદ્ધિઓને યાદ કરી હતી. રાજીવ ૪૦ વર્ષની વયે દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. ૨૧મી મે એક ગોઝારો દિવસ સમગ્ર રાષ્ટ્ર એક દુઃખમાં પ્રવર્તી રહ્યું અને આ દેશને ૨૧મી સદીનું સ્વપ્ન આપ્યું. સમગ્ર વિશ્વ જેની સામે આશાનું કિરણ લઈને જોતો હતો, વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો અને ભારત વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને એ માટેની તેમની તીવ્ર ઈચ્છા અને પ્રણાલિકા ચાલતી પદ્ધતિમાંથી આ રાષ્ટ્રને મુક્ત કરાવી અને એક નવી દિશામાં લઈ જવાનું સ્વપ્ન બતાવ્યું હોય તો એ આપણા સૌના લોકલાડીલા રાજીવ હતા. આજના સત્તાધીશો એ જમાનામાં રાજીવની મજાક મશ્કરી કરતા હતા. અટલબિહારી વાજપેયી રાજીવની ઠેકડી ઉડાડતા હતા. નવા વિચારો આપ્યા, આર્થિક સધ્ધરતા આપી, વિશ્વમાં ભારતને શક્તિશાળી દેશ બનાવ્યો. આર્થિક સધ્ધરતા એકલી આ દેશની સંસ્કૃતિને મજબૂત કરી શકે નહી અને એટલા માટે જ આ દેશને અખંડિત રાખવા માટેનો તેમનો પ્રયત્ન ચાલુ રહ્યો અને આ દેશના વિકાસમાં જે પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે એ એકલાથી જ સૌનું સારુ નહી થાય એટલા માટે તેમને મહિલાઓને જોડવાનો પ્રયત્ન કર્યો. દેશમાં પંચાયતી રાજ દ્વારા રાજકીય પ્રતિનિધિત્વ ભાગીદારી માટે મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ સ્વ. રાજીવે કરી. જેના પરિણામે સમગ્ર દેશમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં હજારો મહિલાઓને તક મળી હતી.
રાજીવ ગાંધી પ્રોફાઈલ

નવી દિલ્હી, તા.૨૧
રાજીવ ગાંધીની પુણ્યતિથિએ આજે દેશના લોકોએ તેમને યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજીવ ગાંધી પ્રોફાઈલ નીચે મુજબ છે.
નામ ઃ રાજીવ ગાંધી
જન્મ તારીખ ઃ ૨૦મી ઓગસ્ટ ૧૯૪૪
જન્મ સ્થળ ઃ મુંબઈ
પ્રેસિડેન્સી ઃ બ્રિટીશ ઈન્ડિયા
મૃત્યુ તારીખ ઃ ૨૧મી મે ૧૯૯૧
મૃત્યુ વેળા વય ઃ ૪૬
મૃત્યુ સ્થળ ઃ શ્રીપેરામ્બદુર (તમિલનાડુ)
મોતનું કારણ ઃ હત્યા
સમાધિ સ્થળ ઃ વીરભૂમિ
પોલિટિકલ પાર્ટી ઃ કોંગ્રેસ
પત્ની ઃ સોનિયા ગાંધી (લગ્ન ૧૯૬૮)
સંબંધ ઃ નહેરૂ ગાંધી પરિવાર
બાળકો ઃ રાહુલ-પ્રિયંકા
માતા-પિતા ઃ ફિરોઝ ગાંધી-ઈન્દિરા ગાંધી
શિક્ષણ ઃ કેમ્બ્રીજ કોેલેજ
પ્રોફેશન ઃ એરક્રાફ્ટ પાયલોટ
એવોર્ડ ઃ ભારત રત્ન (૧૯૯૧)
વડાપ્રધાન રહ્યા ઃ ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ થી બીજી ડિસેમ્બર ૧૯૮૯
રાષ્ટ્રપતિ હતા ઃ ઝૈલસિંહ
પૂર્વગામી ઃ ઈન્દિરા ગાંધી
અનુગામી ઃ વી.પી. સિંહ
વિપક્ષ નેતા ઃ ડિસેમ્બર ૧૯૮૯-૯૦