વાપી,તા.પ
દમણમાં સ્થાનિક નાગરિકોને મૂળનિવાસીઓને માછીમારોને તથા તમામ સ્થાનિક પ્રજાને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે દમણ-દીવ બચાવ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. તેના માટે રેલી તથા જાહેર સભા યોજવામાં આવી હતી. દમણની પ્રજાને વડાપ્રધાનના જુઠ્ઠા વાયદાઓ અને તાનાશાહીનો કડવો અનુભવ થયો છે. જે જે વચનો આપ્યા હતા. તે તમામ ખોટા પડ્યા છે આ શબ્દો હતા કેતન પટેલના જેવો બપોરે તડકામાં ઊભા રહીને હજારો નાગરિકોન જેઓ હાથમા કોગ્રેસના ઝંડા સાથે સામે ઊભા હતા. પ્રજાને સંબોધી રહ્યા હતા.
વાપીના કેમિકલ ઉદ્યોગોથી દૂષિત થતી દમણ ગંગા નદીને કારણે અહીંના નાગરિકોને પીવાનું પાણી પણ મુશ્કેલથી મળી રહ્યું છે અને ગુજરાતના મુખ્યમંત્રી કે પ્રદૂષણ બોર્ડ બિલકુલ ધ્યાન આપતો નથી અને દમણવાસીઓની વારંવાર રજૂઆત કરવા છતાં વાપીના ઉદ્યોગગૃહોને ખુશ કરવા માટે ગુજરાત સરકાર અને ભાજપ સરકાર અને સત્તાવાળાઓ દમણની પ્રજાને બિલકુલ સાંભળતા નથી અને જેને કારણે દમણમાં પણ હવે કેમીકલ યુક્ત પાણી જે દરિયામાં જવાથી માછીમારોને ઉદ્યોગ-ધંધાને પણ કરોડોનું નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક માછીમારો અને પણ ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. દરિયો પ્રદૂષિત થવાથી માછીમાર ઉદ્યોગ ખતમ થઈ રહ્યો છે જેની સરકારને તથા એના સત્તાવાળાઓને કશી પડી નથી વાપીના કેમીકલના ઉપયોગથી દમણના માછીમારોના આજે ઘરે બેસવાનો વારો આવી રહ્યો છે.
દમણના કોંગ્રેસ પ્રભારી સાસદ રાજીવ સાટવૂ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે લોકસભાના ચાર વર્ષ પુરા થવા આવ્યા. આખી દુનિયા ફરી લીધી. પરંતુ દમણવાસીઓ પ્રજાના પ્રશ્નો ઉકેલ ક્યારે લાવશો ? નોટબંધી કરીને ગરીબમાં બહેનોના પૈસા બેંકોમાં લઈ લીધા અને વિજય માલ્યા અને મોદી જેવા દેશ છોડીને ભાગી ગયા. જવાબ આપો ? હવે ફકત છ મહિના આપને સત્તાને બાકી રહ્યા છે આ છ મહિનામાં તમે દમણ માટે શું કરી આપશો ? જે તમે ચાર વર્ષમાં ના કર્યા અને ફક્ત વાયદા કર્યા તેનો જવાબ આ દમણવાસીઓએ લોકસભામાં આપવામા આવશે અને અમારૂ જનઆંદોલન આપની સરકારને ઘરે બેસાડશે.
આ રેલીમાં વિશાળ સંખ્યામાં દમણવાસીઓ, દમણ દીવ પ્રભારીસાંસદ રાજીવ સાટવ, કપરાડાના વિધાનસભ્ય જીતુભાઈ ચોધરી અને દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ અને અન્ય અગ્રણીઓ સહિત કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસી કાર્યકરો પણ જોડાયા હતા.