(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
વિપક્ષો કેન્દ્ર સરકારને એનપીઆર મુદ્દે ઘેરવાની કોઈ પણ તક જવા દેવા ઈચ્છતા નથી. જો કે, ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, એનપીઆરની મૂળ શરૂઆત કોંગ્રેસે ર૦૧૧ના વર્ષમાં કરી હતી અને એને એનઆરસી સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાંય વિપક્ષો કહી રહ્યા છે કે, યુપીએનો ર૦૧૧નો એનપીઆર મુદ્દો હતો, જ્યારે એનડીએનો ર૦ર૦નો એનપીઆર તદ્દન ભિન્ન છે, જે એનઆરસીની પ્રથમ કડી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, એ ર૦૧૦ અને ર૦૧પના વર્ષમાં એનપીઆરની કામગીરી સાથે જોડાયેલ હતા. એનપીઆરમાં ફક્ત લોકોની વસ્તીની ગણતરી થાય છે. આ પ્રમાણે મેળવાયેલ માહિતીના આધારે સરકાર નીતિઓ અને યોજનાઓ ઘડે છે. એનપીઆર ર૦ર૦ની પ્રક્રિયા એ જ છે. એનપીઆરથી નાગરિકતાનો નિર્ણય કરવામાં આવતો નથી. મોદી સરકાર કહી રહી છે કે, એનપીઆરને એનઆરસી સાથે કોઈ સંબંધ નથી, પણ કોંગ્રેસ સરકારના ઉદ્દેશ્ય સામે પ્રશ્નો ઉઠાવી રહી છે. એમણે કહ્યું કે, મોદી સરકારના ર૦ર૦ના એનપીઆરમાં વધુ વિગતો માંગવામાં આવી છે, જે અમારા ર૦૧૦ના એનપીઆરમાં માંગવામાં આવતી ન હતી. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અજય માકેને કહ્યું કે, ર૦૧૦ના વર્ષમાં હું કેન્દ્રના ગૃહ મંત્રાલયમાં રાજ્યકક્ષાનો મંત્રી હતો. મેં એનપીઆરનો અભ્યાસ કર્યો હતો. મોદી સરકારનું ર૦ર૦નું એનપીઆર તદ્દન જુદુ છે. છે. તમે ર૦૧૦નું ફોર્મ અને ર૦ર૦નું ફોર્મ જોઈ શકો છો. નવા ફોર્મમાં આ વિગતો ઉમેરાઈ છે, જેમાં (૧) માતા-પિતાની જન્મતારીખ અને સ્થળ, (ર) છેલ્લે રહ્યા હોય એ સરનામું, (૩) આધાર, (૪) ડ્રાયવિંગ લાયસન્સ, (પ) મતદાન ઓળખપત્ર, (૬) મોબાઈલ નંબર.
વિપક્ષોએ NPR મુદ્દે સરકારના ઉદ્દેશ્ય સામે પ્રશ્નો ઉઠાવતાં રાજકારણ ગરમાયું

Recent Comments