અમદાવાદ, તા.૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે. જો કે ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણીની જાહેરાત કરી નથી. ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓના આંટાફેરા વધી ગયા છે. જ્યારે ગુજરાત ભાજપ સરકાર પણ એન્ટી ઈન્કમબંન્સીની અસરમાં ઘટાડો કરવા પાટીદારોને મનાવવા આયોગની રચના, પોલીસ કેસો પરત ખેંચવા સહિત ખેડૂતો, શિક્ષકોને મનાવવા વિવિધ નિર્ણયો લઈ રહી છે. ગુજરાતમાં રાજકીય ચહલપહલ વધી રહી છે. તેને જોતા રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે દિવાળીના તહેવારો પહેલા જ ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે.