પાલનપુર, તા. ર૮
જિલ્લા મથક પાલનપુરમાં ભાજપ શાસિત પાલિકામાં બાકી અઢી વર્ષની કમિટીના ચેરમેનના મામલે ૧૩ જેટલા બાગી નગરસેવકોએ ચેરમેન પદ પરથી રાજીનામાં આપ્યા બાદ રાજકીય ગરમાવો તેજ થયો હતો જો કે, કમિટીઓના ચેરેમેનો પસંદગીને લઈને ચાલી રહેલા ભાજપ નગરસેવકોના અસંતોષનો વિવાદને લઈને ભાજપનું મોવડી મંડળ પણ હરકત આવ્યું છે ગઈકાલે સાંજે પાલનપુર સરકીર હાઉસ ભાજપ ના સ્થાનિક આગેવાનો અને નવનિયુક્ત ચેરમેન વચ્ચે કમિટીઓના વિવાદ લઈને બેઠક યોજાઈ હતી જેમાં શાસક પક્ષના નેતા સહિત વધુ સાત કમિટીઓના ચેરમેન નું ભાજપે રાજીનામાં માંગી લેતા ફરી એકવાર પાલનપુર પાલિકામાં રાજીનામાનું રાજકારણ તેજ બન્યું છે હાલમાં પાલનપુર નગરપાલિકાની ભાજપ સત્તા માટે ભાજપ ના ૨૩ નગર સેવકો છે. જયારે વિપક્ષમાં બેઠલી કોંગ્રેસના ૨૧ નગરસેવકો ચૂંટાયેલા છે આમ ભાજપ પાસે માત્ર બહુમતી જાળવી રાખવા માટે કોંગ્રેસ કરતા બે સભ્યોનું સંખ્યા બળ વધુ છે જેથી ભાજપ પણ પાલિકા નગરસેવકોના કમિટીઓના ચેરમેન પદના રાજીનામાં અને અસંતોષ વચ્ચે નગરસેવકોના બે જૂથના વિવાદ વચ્ચે ભાજપ મોવડી મંડળ પણ અસમંજસમાં મુકાઈ ગયું છે. હાલમાં ભાજપ માટે પાલનપુર પાલિકાનું કમિટીઓના ચેરમેનના, મામલાને થાળે પાડવા માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે હવે જોવાનુંએ રહ્યું છે કે, પાલનપુર નગરપાલિકાના નારાજ નગરસેવકોની નારાજગીને દૂર કરવામાં કઈ દવાનો ઉપયોગ ભાજપ કરે છે તે આગામી સમયમાં જ માલૂમ પડશે જો કે, રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીસા નગરપાલિકાના કમિટીઓના ચેરમેનની જાહેરાત કર્યા બાદ પાલનપુર નગરપલિકાના કમિટીઓના ચેરમેનપદના મામલે ભાજપ નિર્ણય લે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ત્યારે ભાજપ શહેર પ્રમુખ મુન્નાભાઈ ગુપ્તાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલનપુર પાલિકાના પ્રમુખ અને ઉપ્રમુખ સિવાય તમામ કમિટીઓના ચેરમેનના રાજીનામાં લઇ લીધા છે. કમિટીના ચેરમેનના મામલે પક્ષ ટૂંક સમયમાં જ નિર્ણંય લેવાનો છે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં નગર સેવકોના મલાઈદાર કમિટીઓના ચેરમેન ના વિવાદ માં કોંગેસે પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું. ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સભ્યોની નારાજગી એમનો આંતરિક મામલો છે પરંતુ પાલિકાના વહીવટથી પાલનપુર શહેરની જનતા નારાજ તેની ચિંતા કોંગ્રેસ કરી રહી છે.