અમદાવાદ, તા.ર૧
આજે સવારથી જ રાજકોટ પંથકમાં મેઘરાજાએ હેત વરસાવાવનું શરૂ કર્યુ છે. સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં ૧.૯ની તીવ્રતાનો હળવો આંચકો આવ્યો અહેસાસ થયો હતો. ભૂંકપનું કેન્દ્રબિંદુ શહેરથી ૧૬કિમી દૂર નોંધાયું છે. આ સાથે જ રાજકોટના હાર્દ સમો ન્યારી-૨ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરી વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમ અવરફ્લો થતા ૧૨ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેર સહિત શાપર વેરાવળ અનો ગોંડલમાં રાત્રેથી ધીમીધારે વરાસાદ જામ્યો હતો. રાજકોટમાં સારા વરસાદના બે જ રાઉન્ડ આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમા માંડ ૪ ઇંચ અને છેલ્લે સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બાકી છુટા છવયા ઝાડટાથી બે ઇંચ જેવો વરસી ગયા હતો. જો કે આજે ફરી વરસાદ શરુ થયો હતો. આગામી બે દિવસમાં ફરી વરસાદ વરસશે જો કે, ઉપર વાસમાં સારા વરસાદને પગલે ન્યારી આજી ભાદર જેવા જીવાદોરી સમાન ડેમોમા સારા એવા નવાનીરની આવક થઇ છે. ઉલ્લેખનિય છે રાજકોટ પંથકના ઉપલેટા, ગોંડલ,શાપર વેરાવળ,કોટડાસાંગાણીમા ભારે વરસાદ પડી ગયો છે. જેમા ૮થી ૧૧ ઇંચ સુધીના વરસાદનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે ચાલુ વરસાદમાં રાજકોટ ખાતે ભૂકંપનો આંચકો આવ્યો હતો તો બીજી તરફ ભારે વરસાદને પગલે ન્યારી-ર ડેમ છલકાતા લોકોને કુદરતી આફતના એંધાણ વર્તાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. હાલ તો ડેમ છલકાતા ૧ર ગામોને એલર્ટ કરી દેવાયા છે.
રાજકોટમાં ચાલુ વરસાદમાં જ ભૂકંપનો આંચકો : ન્યારી-ર ડેમ છલકાયો

Recent Comments