અમદાવાદ,તા.૭
રાજયમાં બાળકોથી લઈ યુવાનો સૌ કોઈ પબજી ગેમની લતે વળગ્યા છે. આવી અનેક ગેમોથી બાળકો અને યુવાનોના માનસપટ પર કેટલી અને કેવી કેવી અસર કરે છે. તે આપણે તાજેતરમાં બનેલા કિસ્સાઓને આધારે આપણા સૌને ખબર છે. ત્યારે આવા કિસ્સાઓ ન બને અને આ ગેમને લઈ લોકો દ્વારા અનેક રજૂઆતો કર્યા બાદ સરકારે આખરે આ પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની વાતને સમર્થન આપ્યું છે. ત્યારે હાલ રાજકોટ પોલીસ કમિશનરે પબજી ગેમને લઈને એક જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામા પ્રમાણે શહેરની હદમાં કોઈપણ વ્યકિત પબજી ગેમ રમી શકશે નહીં. રાજયભરમાં બાળકથી લઈ યુવાનો સુધી સૌ કોઈ પબજી ગેમમાં નસામાં ગળાડુબ છે. તેને લઈને વાલીઓ અને સમાજ સેવીઓ દ્વારા અનેક રજૂઆતો બાદ સરકારે આખરે વાત સ્વીકારી છે. હાલ રાજકોટ પોલીસ કમિશનરે પબજી ગેમને લઈને એક મહત્વનું જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામા પ્રમાણે રાજકોટ શહેરની હદમાં કોઈપણ વ્યકિત પબજી ગેમ રમી શકશે નહીં અને કોઈ ઈસમ પબજી ગેમ રમતા ઝડપાશે તો તેની વિરૂધ્ધ આઈપીસી ૧૮૮ અને ૧૩પ મુજબ કાયદેસરની કાર્યવાહી થશે. વધુમાં આ જાહેરનામામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ સેવા પુરી પાડતી કંપનીઓ તેમજ ગુગલ ઈન્ડિયા, ફેસબુક, વ્હોટસએપ, ઈન્સ્ટાગ્રામ, માઈક્રોસોફટ જેવી કંપનીઓએ પબજી જેવી ગેમની લીંકો પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તેને હટાવી દેવાની રહેશે અને જો આ હુકમનો અનાદર કરાશે તો અનાદર કરનાર ઈસમ સજાને પાત્ર બનશે. આ પબજી ગેમ કેટલી હદે બાળકો અને યુવાનોમાં માનસ પટલ પર અસર કરે છે. તે તો આપણે તાજેતરમાં બનેલા કિસ્સાઓના આધારે આપણે સૌ જાણીએ છીએ. વિદેશોમાંથી આવેલી પબજી ગેમના મોટા સૌ પર ઘેરી અસર કરે છે આથી રાજકોટ પોલીસ કમિશનરે ગેમ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.