(એજન્સી) દેહરાદુન તા. ૨૮
ઉત્તરાખંડના નૈનિતાલના રામનગરની પાસે સ્થિત ગર્જીયા મંદિર તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. અહીંયા શીખ સબ ઇન્સ્પેક્ટર ગગનદીપ સિહએ બહાદુરીપૂર્વક અને સૂઝબુઝ દેખાડતા ગુસ્સે ભરાયેલ ટોળાના હાથથી એક મુસ્લિમ યુવાનની જાન બચાવી હતી. એ જ મંદિરની મુલાકાત લેતા જ્યારે રુદ્રપુરના ભાજપ ધારાસભ્ય રાજકુમાર ઠુકરાલ પહોંચ્યા ત્યારે તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું. એજ ઘટનાનો ઉલ્લેખ કરતા ઠુકરાલે કહ્યું કે, કેટલાંક બહારના લોકો અહીંયા આવી હિન્દુઓના પૂજાસ્થળને અપવિત્ર કરે છે. જયારે અમે લોકો મસ્જિદમાં નથી જતા તો કેમ પછી એ લોકો મંદિરોમાં આવે છે. છેવટે તેમનો અહીંયા આવવાનો ઉદ્દેશ શુ છે? જો મંદિરોની હાલતોમાં સુધારો નહીં થાય તો હિન્દૂ સેના હાલતને નિયંત્રિત કરશે. જે લોકો ધર્મ પરિવર્તન અને લવ જેહાદ દ્વારા હિન્દૂ સંસ્કૃતિને ઇજા પહોંચાડી રહ્યા છે, અમે તેમને સહન નહીં કરીએ. સાથે જ ઠુકરાલે અધિકારીઓને ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે, જો પોલીસ પ્રશાસન ન જાગ્યું તો હિન્દૂ યોદ્ધાઓની પાસે બીજો કોઈ વિકલ્પ નહીં બચે. નવાઈની વાત એ છે કે,જિલ્લા અધિકારીઓથી જયારે આ વિવાદિત ટિપ્પણી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કાઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.