(એજન્સી) તા.૧૫
પૂર્વ યુપીના મિરઝાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે ભાજપના કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે કોંગ્રે દેશદ્રોહના કાયદાને સમાપ્ત કરવાની વાત કરે છે પણ ભાજપની સરકાર બનશે તો અમે આ કાયદાને એટલો કડક બનાવી દઈશું કે આંખ દેખાડતા લોકોની આત્મા કંપી ઊઠશે. તેમણે કહ્યું કે પુલવામા હુમલા પછી અમારી સેનાઓએ હવાઈ હુમલા કરી આતંકીઓનો સફાયો કરી નાખ્યો તો કોંગ્રેસે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પૂછી લીધી. લાશો ગણવાનું કામ ગીધનું હોય છે બહાદુરોનું નહીં. સિંહે બુધવારે સવારે માતા વિંધ્યવાસિનીની વિધિવત દર્શન પૂજા કરી હતી. દર્શન પૂજા બાદ તેમણે ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. અગાઉ મંગળવારની સાંજે એનડીએ ઉમેદવાર અનુપ્રિયા પટેલ માટે બીએલજે ગ્રાઉન્ડમાં સભાને સંબોધતાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે દેશદ્રોહના કાયદાને સમાપ્ત કરવાની વાત કોંગ્રેસ કરે છે પણ ભાજપની સરકાર ફરી સત્તામાં આવશે તો આ કાયદાને અમે વધુ આકરો બનાવી દઈશું અને તેનાથી દેશને આંખ બતાવનારાની આત્મા પણ ધ્રૂજી ઊઠશે. તેમણે કહ્યું કે પુલવામા હુમલા પછી આપણી સેનાએ એરસ્ટ્રાઈક કરી આતંકીઓનો સફાયો કરી નાખ્યો તો કોંગ્રેસે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પૂછી લીધી. લાશો ગણવાનું કામ તો ગીધનું હોય છે બહાદુરોનું નહીં. દેશની અર્થવ્યવસ્થા અંગે ગૃહમંત્રીએ કહ્યું કે ૧૯૫૧ પછી દેશમાં જેટલી પર લોકસભા ચૂંટણી યોજાઈ છે તેમાં બે ચૂંટણી ૨૦૧૯ અને ૨૦૦૪ છોડી બાકી બધી ચૂંટણીમાં મોંઘવારી મુખ્ય મુદ્દો હતો. તેમણે કહ્યું કે આ અમારા બંને વડાપ્રધાનોનું આર્થિક મેનેજમેન્ટ જ હતું કે દેશમાં મોંઘવારી વધી ના શકી. ૨૦૦૪માં જ્યારે દેશએ પરમાણુ પરીક્ષણ પછી દુનિયાની આર્થિક પ્રતિબંધ સહન કર્યુ હતું જ્યારે ૨૦૧૪માં અમારી સરકાર આવી તો અવારનવાર આપણી અર્થવ્યવસ્થાનું રેટિંગ દુનિયાની રેટિંગ એજન્સીઓની નજરે નીચે જતું હતું. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ગૃહમંત્રીએ કહ્યું કે હવે રાહુલની ન્યાયની વાત કરે છે. જોકે નહેરુલથી લઈને રાજીવ ગાંધી તથા સોનિયા ગાંધીએ પણ ગરીબી હટાવો અને દેશ બચાવોનું સૂત્ર આપ્યું હતું.