અમરેલી,તા.૨૨
અમરેલીની જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભામાં દેશના ગૃહમંત્રી રાજનાથસિંહને પત્રકારોએ રાફેલ મુદ્દે સવાલ કરતા પત્રકારોના સવાલ ઉપર જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ લગાવી રહ્યા છે પરંતુ આ મુદ્દે વેરીફાઈ થઇ રહ્યું છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. જ્યારે બીજા એક સવાલ અંગે અમુલ અંગે પૂછવામાં આવતા રાજનાથસિંહે જણાવ્યું હતું જ્યારે પત્રકારોએ રાહુલ ગાંધી વિષે કંઈક કોમેન્ટ કરવા જણાવતા રાજંથસિંહે કહેલ હતું કે કોઈ સામે મારે પર્સનલ કોમેન્ટ નથી કરવી, પરંતુ રાફેલ મુદ્દે રાહુલ ગાંધીને ટાંકતા કહ્યું હતું કે કોઈપણ નિવેદન કરતા પહેલા ચાર વખત વિચારવું જોઈએ કોઈપણ મુદ્દે સીધોજ આક્ષેપ ના કરાય અત્રે ઉલ્લેખનીય છે કે રાફેલ મુદ્દે ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાન્સસ ઓલાંદ એ કહ્યું હતું કે રાફેલનો કોન્ટ્રાકટ આપવા રિલાયન્સ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. તેમજ હિન્દુસ્તાન એરોનૉટિકલ્સ લિમિટેડના પૂર્વ પ્રમુખ ટીએસ રાજેશના નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી સરકારને ભીંસમાં લીધેલ છે ત્યારે અમરેલી સહકારી બેંકના સંમેલનમાં આવેલ દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે પણ જણાવ્યું હતું કે આ અંગે વેરીફાઈ થઇ રહ્યું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
અમરેલી ખાતે આજે જિલ્લા સહકારી બેંકના વાર્ષિક દિન અને સાધારણ સભામાં દેશના ગૃહ મંત્રી રાજનાથસિંઘએ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે દેશમાં જ્યારે ખેડૂતોને કોઈ લોન કે કર્જ આપવા તૈયાર ન હતું ત્યારે શાહુકારો અને વ્યાજખોરોએ ખેડૂતોને પાયમાલ કર્યા હતા અને તેમાંથી સહકારી બેંકોએ ખેડૂતોને મુક્તિ આપવામાં મહત્વનું કામ કર્યું હતું.
અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આજે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકની વાર્ષિક સાધારણ સભા અને ખેડૂત સંમેલન યોજાયું હતું જેમાં દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે ખાસ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા પોતાના પ્રવચનમાં હાજર ખેડૂતોને ગુજરાતીમાં કેમ છો કહીને અભિવાદન કર્યું હતું પોતાના પ્રવચનમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે હું ગૃહ મંત્રી હોવા છતાં ખેડૂતોના કાર્યક્રમમાં જાઉ છું જેનો મને આનંદ છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ ખેડૂતોને દેશમાં કર્જ આપવા કોઈ તૈયાર ન હતું જેથી શાહુકારો અને વ્યાજખોરો પાસેથી ખેડૂતો પૈસા લઇ ખેતી કરતા અને શાહુકારો અને વ્યાજખોરોએ ખેડૂતોને કર્જ આપી પાયમાલ કર્યા ત્યારબાદ સહકારી બેંકોએ ખેડૂતોને શાહુકારો અને વ્યાજખોરના ત્રાસમાંથી મુક્તિ આપાવી હતી.
ખેડૂતોને આર્થિક રીતે યોગદાન આપવામાં સહકારી બેંકોનો મહત્વનો ભાગ છે, વધુમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે જ્યાં સુધી દેશનો કિશાન ખુશ ના હોય ત્યાં સુધી દેશમાં ખુશાલી ના હોઈ શકે ભલેને દેશમાં ઉદ્યોગો સ્થાપાયાં હોઈ પરંતુ જ્યાં સુધી ખેડૂત ખુશાલ નથી ત્યાં સુધી દેશની આર્થિક દ્રષ્ટિએ નબળોજ રહશે, પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોની આર્થિક વિષમતા દૂર કરવા પ્રયાસો હાથ ધર્યા છે.
રાજનાથસિંહે ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલ રથનું લોકાર્પણ તેમજ ૫ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.
રાફેલ અંગે કોંગ્રેસના આક્ષેપોની ખરાઈ બાદ દૂધનું દૂધ – પાણીનું પાણી થઈ જશે : ગૃહમંત્રી

Recent Comments