(એજન્સી) ચેન્નાઈ, તા.ર૩
તામિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે અભિનેતા વિજયની ફિલ્મ ‘મર્સલ’ સાથે જોડાયેલા લોકોના વખાણ કરતાં કહ્યું કે, આ ફિલ્મે એક મહત્ત્વપૂર્ણ મુદ્દાને ઉઠાવ્યો છે. જો કે, રજનીકાંતે એ સ્પષ્ટ નથી કર્યું કે તે કયા મુદ્દાની વાત કરી રહ્યા છે. જો કે, આ ફિલ્મમાં જીએસટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના પર ભાજપાએ વાંધો દર્શાવ્યો છે. રજનીકાંતે ટ્‌વીટ કરી છે કે, મહત્ત્વપૂર્ણ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે…. ખૂબ સરસ. ઉલ્લેખનીય છે કે, અભિનેતા વિજયની ફિલ્મ મર્સલમાં જીએસટી અને ડિજિટલ ઈન્ડિયા જેવી યોજનાઓની ટિપ્પણી કરવામાં આવી છે. ભાજપાએ આ ફિલ્મનો વિરોધ કરતાં કહ્યું હતું કે, ફિલ્મમાંથી જીએસટીના વિરોધવાળા સંવાદોને દૂર કરવામાં આવે. આને સંબંધિત રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું હતું. પીએમ મોદી સિનેમા, તામિલનાડુ સંસ્કૃત અને ભાષાની અભિવ્યક્તિ છે. મર્સલમાં હસ્તક્ષેપ કરીને તામિલ પ્રતિષ્ઠાનો ભંગ કરવાની કોશિશ ના કરશો. અભિનેતા વિજય ર૦૧૪માં લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીને મળ્યા હતા અને ગત વર્ષે નોટબંધીની પ્રશંસા પણ કરી હતી. ભાજપાના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાએ શુક્રવારે અભિનેતાના ઈસાઈ મૂળને સંબંધિત ટ્‌વીટ કરી હતી. મોદી માટે જોસેફ વિજયની નફરત છે મર્સલ.