(એજન્સી) થુંથુંકુડી તા. ૩૦
તમિલનાડુના તૂતીકોરિનમાં વેદાંતાના કોપર સ્ટર્લાઈટ પ્લાન્ટ પર રાજકીય ઘમાસાણ ચાલુ છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતે થુંથુંકુડી પહોંચીને પીડિતો સાથે મુલાકાત કરી હતી. રજનીકાંતે તામિલનાડુ સરકારને નિશાને લેતા કોપર સ્ટર્લાઈટ પ્લાન્ટને ફરીથી નહીં ખોલવાની પણ અપીલ કરી છે.
રજનીકાંતે હતું કે, તેઓ આ અંગે વધુ કંઈ બોલવા માંગતા નથી. પરંતુ સકારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે લોકો એ જોયું કે, તૂતીકોરિનમાં ફાયરિંગ એક ઘણી મોટી ભૂલ હતી અને સરકાર માટે આ એક મોટો બોધપાઠ પણ છે.
રજનીકાંતે વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાના વળતરની પણ ઘોષણા કરી છે. રજનીકાંતે તૂતીકોરિનમાં અસામાજિક તત્ત્વો દ્વારા હિંસા ફેલાવાઈ હોવાનું જણાવીને કહ્યું હતું કે સમય આવતા આ લોકોને પણ જવાબ આપવામાં આવશે.
રજનીકાંતે કહ્યું કે તૂતીકોરિનમાં જનતાની શક્તિની જીત થઈ છે. તામિલનાડુ સરકારે સ્ટર્લાઈટ કોપર યુનિટને ભવિષ્યમાં ફરીથી ખોલવાની મંજૂરી આપવી જોઈએ નહીં. રજનીકાંતે તૂતીકોરિન ખાતે પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી.
દેખાવોમાં ઈજાગ્રસ્ત થનારા લોકોને થુંથુંકુદી હોસ્પિટલમાં જઈને રજનીકાંતે ખબરઅંતર પણ પુછયા હતા. આ મામલાની રાષ્ટ્રીય માનવાધિકાર પંચ દ્વારા તપાસની તેમણે માગણી પણ કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં તૂતીકોરિન પ્લાન્ટ વિરૂદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ૧૩ લોકોનાં મોત નિપજ્યા હતા.