પટણા,તા.૫
ભાજપના સાંસદ શત્રુધ્નસિંન્હાએ જમ્મુ કાશ્મીરમાં ફેલાયેલી હિંસા અને અશાંતિને એક રાજનીતિક સમસ્યા બતાવી છે. આ સાથે જ તેમણે ઘાટીમાં શાંતિ બનાવી રાખવા માટે સંવાદ અને વાતચીતની માંગ કરી છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કોઇ લશ્કરી સમસ્યા નથી પરંતુ રાજનીતિક સમસ્યા છે. આપણે સંવાદ અને વાતચીત પર ભાર મુકવો જોઇએ. આપણે તેને કવર કરતા ઉકેલી શકીએ નહીં.
પથ્થરબાજીની ઘટનાઓ પર શત્રુધ્નસિંન્હાએ કહ્યું કે આપણે ફકત તેમને પથ્થરબાજો બોલાવી શકીએ નહીં આપણે તે બાબતે પણ ધ્યાન આપવું પડશે કે આ સમસ્યાનો ઉકેલ કરવા માટે આપણે શું કરવું જોઇએ. તેમણે આગળ કહ્યું કે રાજયમાં તે સમયે ચિંતાજનક સ્થિતિ છે.પથ્થરબાજો અને આતંકી ઘટનાઓ રોજ વધતી જઇ રહી છે.
એ યાદ રહે કે ગત મહીને કાશ્મીરમાં સીઆરપીએફની ગાડીઓ પર પથ્થર ફેંકવાની ઘટનામાં લગભગ ૧૯ જવાનોને ઇજા થઇ ચુકી છે.આ પહેલા સાત મે કાશ્મીરના નારબલ વિસ્તારમાં અથડામણ દરમિયાન માથા પર પથ્થર લાગવાથી ચેન્નાઇના એક પર્યટકનું મોત નિપજયુ હતું. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે તે ઘાટીમાં હુર્રિયત કોન્ફરન્સના નેતૃત્વવાળા અલગાવવાદીઓથી વાતચીત કરવા માટે તૈયાર છે.