અમદાવાદ,તા.૧૬
આડેધડ પાર્કિંગ કરવા મુદ્દે હાઈકોર્ટે ઝાટકણી કાઢયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજપથ કલબ સામે કાર્યવાહી કરી એનએ ની મંજૂરી વિના ચાલી રહેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષને સીલ મારી દીધું હતું. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં આડેધડ પાર્કિંગની સમસ્યાનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે રાજપથ કલબમાં આડેધડ પાર્કિંગના મામલે હાઈકોર્ટે ઝાટકણી કાઢયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજપથ કલબમાં કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજપથ કલબમાં એનએ મંજૂરી વિના ચાલી રહેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષને સીલ મારી દીધું હતું. તો બીયુ પરમીશન વિના ધમધમતી ફુડ કોર્ટને પણ એએમસીએ સીલ લગાવી દીધું હતું. જેને પગલે કલબના સંચાલકોનો રોષની લાગણી હતી. કેમ કે હાઈકોર્ટની ટકોર બાદ જાગેલા એએમસી તંત્રએ રાત્રે રાજપથ કલબમાં કડક કાર્યવાહી કરી હતી. ત્યારે લોકોમાં ચર્ચા પહેલા થઈ હતી. કે શું હાઈકોર્ટ ટકોર કરે તેવી જ રાહ જોઈ રહ્યું હતું તંત્ર ?