(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કાવિઠા ગામમાં ગત મોડી રાત્રે રાજપૂતો અને દલિતો વચ્ચે અથડામણ થતાં ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાની ગંભીરતા જોતાં હાલ કાવિઠા ગામમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. બાવળા પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગંભીરસિંહ વિક્રમભાઈ રાઠોડ જાતે રાજપૂત (રહે. કાવિઠા મુખી ફળી, તા. બાવળા)એ આરોપી (૧) વિજયભાઈ વિનુભાઈ મકવાણા (ર) વિનુભાઈ રામજીભાઈ મકવાણા (૩) તુલસીભાઈ હીરાભાઈ મકવાણા (૪) પ્રવિણભાઈ માવજીભાઈ મકવાણા (તમામ રહે. કાવિઠા, તા. બાવળા) સામે બાવળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સાહેદો તેઓની બોલેરો ગાડી લઈ ઉપરોક્ત કાવિડા બીજા બસ સ્ટેન્ડેથી પસાર થતા તે વખતે આ કામના આરોપીઓએ ગાડી ઊભી રખાવી આરોપી નં.૧ તથા રનાએ કહેલ કે બે દિવસ પહેલાં શાળામાં છોકરા રમવા બાબતે છોકરા છોકરાઓને ઝઘડો થયેલ તે ઝઘડામાં સાહેદ મહાવીર હતો તે આ મહાવીર જોઈ મહાવીરને નીચે ઉતારો તેમ કહી ગાડીના બંને સાઈડના દરવાજા ખોલી લાકડીઓથી માર મારવા ખેચાખેચી કરવા લાગેલ. આરોપી નં.રએ લાકડીનો ફરિયાદીને ડાબા હાથે આગળીઓ ઉપર મારી ઈજા કરી તથા આરોપી નં.૧નાએ લાકડીનો સાહેદ મહાવીરને મોઢાના ભાગે ગળા તથા નાક ઉપર મારી ઈજા કરી તથા આરોપી નં.૩ તથા ૪એ સાહેદ લાલુભાઈને ગડદાપાટુનો માર મારી તથા આરોપી નં.૧ તથા રનાએ ફરિયાદીને લાકડીઓથી બરડામા માર મારી મુંઢ ઈજા કરી ફરી સાહદોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
રમણભાઈ રામજીભાઈ મકવાણા (રહે. કાવિઠા રોહિતનગર હાઉસીંગ સોસાયટી)એ આરોપીઃ- (૧) મહાવીરસિંહ અમરસિંહ રાઠોડ (ર) ગંભુભાઈ વિક્રમભાઈ રાઠોડ (૩) ભગાભાઈ કાળુભાઈ રાઠોડ (૪) પિંકલભાઈ વિનુભાઈ રાઠોડ (પ) ધમાભાઈ વિનુભાઈ રાઠોડ (૬) જયલાભાઈ દાનાભાઈ રાઠોડ (૭) તથા બીજો એક રાજપૂત સમાજનો છોકરો (તમામ રહે. કાવિઠા, તા. બાવળા) સામે પોલીસ ફરિયાદ આપી છે કે ફરિયાદીના ભત્રીજા વિજયભાઈને આ કામના આરોપી નં.૧,૭ એ તુ કેમ ચડ્ડો પહેરે છે અને મૂછો રાખે છે તેમ કહી જાતિ વિશે અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજપૂત સમાજના ગંભુભાઈ વિક્રમભાઈ રાઠોડ, ભગાભાઈ કાળુભાઈ રાઠોડ, પિંકલભાઈ વિનુભાઈ રાઠોડ, ધમાભાઈ વિનુભાઈ રાઠોડ, જયલાભાઈ દાનાભાઈ રાઠોડ, ગુપ્તી ધારિયું તથા પાઈપો લઈ લોડિંગ દૂધની બોલેરો ગાડીમાં આવી જાતિ વિશે અપશબ્દો બોલી હુમલો કરી જાનથી મારી નાખવાના ઈરાદે સંજયભાઈ વિનુભાઈને ગંભુભાઈએ ગુપ્તીથી પેટમાં તથા ભગાભાઈએ ધારિયાથી માથામાં મારી ગંભીર ઈજાઓ કરી તથા પિંકલભાઈએ ધારિયાથી પ્રવિણભાઈ માવજીભાઈને માથામાં મારી ગંભીર ઈજા કરી તથા હાથે ઈજા કરી ધનાભાઈ તથા જયલાભાઈએ પાઈપોથી વિનુભાઈને શરીરે આડેધડ માર મારી મૂંઢ ઈજાઓ કરી હતી.