Ahmedabad

રાજુ સોલંકી સમર્થકો સાથે ફરી ભાજપમાં જોડાયા

અમદાવાદ,તા.૧૦
ભાવનગર-સૌરાષ્ટ્રના કોળી સમાજના નેતા અને વીર માંધાતા કોળી સમાજના ભાવનગર જિલ્લાના પ્રમુખ રાજુભાઇ સોલંકી આજે તેમના સમર્થકો સાથે ફરી પાછા ભાજપમાં જોડાઇ ગયા હતા. રાજુભાઇ સોલંકી હુજ પાંચ દિવસ પહેલાં જ કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ પાંચ દિવસમાં જ તેમનું હૃદય પરિવર્તન થઇ જતાં તેઓ આજે વિધિવત્‌ રીતે ભાજપમાં પાછા ફર્યા હતા. તો ભાજપે પણ મોટુ મન રાખી ફરી કોળી સમાજના નેતા રાજુ સોલંકીને પક્ષમાં આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ પોતાના પ્રતિક્રિયા આપતાં કોળી સમાજના નેતા રાજુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ક્ષણિક આવેશમાં આવી જઇને મેં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો પરંતુ મારા સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને વડીલોની સમજાવટ બાદ મેં ફરીથી ભાજપમાં ફરવાનો નિર્ણય લીધો હતો.