(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
સ્વીસ બેન્કોમાં ખાતા રાખવામાં ભારતના એક શાહી પરિવારનું નામ આવ્યું છે. ભારતીય તપાસ અધિકારીઓએ મહારાષ્ટ્રના સાંગલીના રાજવી પરિવારના બે લોકોની જાણકારી સ્વિત્ઝર્લેન્ડના ટેક્સ વિભાગ પાસેથી માંગી છે. તે માટે સહયોગ કરવા સ્વિત્ઝર્લેન્ડ સરકારને વિનંતી કરાઈ છે. તે અંગે સ્વિત્ઝર્લેન્ડના અધિકારીએ નોટિસ પાઠવી સાંગલીના પૂર્વ શાહી પરિવાર વિજયસિંહ માધવરાવ પટવર્ધન અને પત્ની રોહિણી વિજયસિંહ પટવર્ધનને આ મુદ્દે તેમના પ્રતિનિધિ નિયુક્ત કરવા કહ્યું છે. સ્વીસ અધિકારીઓએ રાજવી પરિવારને કહ્યું છે કે તેમના ખાતા અંગેની માહિતી ભારતને આપવામાં તેમને કોઈ આપત્તિ હોય તો તેઓ વિરોધ નોંધાવે. રાજવી પરિવારની પુત્રી ભાગ્યશ્રી ફિલ્મોમાં કામ કરે છે. સ્વીસ સરકાર બેન્ક ખાતાઓની જાણકારી આપતા પહેલાં ખાતેદારને પૂછે છે. ૧૦ દિવસમાં પક્ષ રાખવા કહ્યું છે. રાજવી પરિવારે આ મુદ્દે કોઈ જવાબ આપ્યો નથી.
સ્વીસ બેન્ક તપાસમાં ભારતના રાજવી પરિવારોના નામ સામે આવ્યા

Recent Comments