અમદાવાદ, તા.૧
ગુજરાત રાજ્યમાં બિન અનામત વર્ગને ઉચ્ચશિક્ષણ માટે આર્થિક સહાય મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. ત્યારે આ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ માટે આવક મર્યાદા રૂા. ૩ લાખ હતી તેમાં વધારો કરી રૂા. ૪.પ૦ લાખ કરવામાં આવી છે. તે જ રીતે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની રૂા. ૧પ લાખની લોન અપાય છે. તે માટેની આવક મર્યાદા રૂા. ૪.પ૦ લાખથી વધારીને રૂા. ૬ લાખ કરવામાં આવી છે.
નાયબ મુખ્યૂમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, જે વર્ગોને અનામતના લાભો બિન અનામત નિગમ દ્વારા આપવામાં આવી રહ્યા છે. તેની સમીક્ષા અંગે આજે મુખ્યમમંત્રી વિજય રૂપાણીના અધ્યતક્ષ સ્થાને મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્ત્વના નિર્ણયો કરાયા છે. બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અંતર્ગત જે યોજનાઓ અમલમાં છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, રોજગારી, વિદેશ અભ્યાસ અને સ્વો.રોજગારી માટે લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ માટે હોશિયાર વિદ્યાર્થીઓને ટયુશન સહાય, કોચીંગ સહાય, ભોજન સહાય, સ્પકર્ધાત્મમક પરીક્ષા સહાય સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. નિગમ દ્વારા લાભાર્થી માટે કુટુંબની વાર્ષિક આવક રૂા.૩.૦૦ લાખ ઠરાવાઇ હતી. તે હવે આજ થી રૂા.૪.૫૦ લાખ કરાઇ છે. તે જ રીતે વિદેશ અભ્યાસ માટે પણ વિદ્યાર્થીઓને લોન માટેની આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ હતી તે રૂા.૬.૦૦ લાખ કરાઇ છે. હવે રૂા.૬.૦૦ લાખની વાર્ષિક આવક ધરાવતા કોઇપણ યુવાનો વિદેશ અભ્યાસ માટે લોન મેળવી શકશે.
તેમણે ઉમેર્યુ કે, તબીબી અને ટેકનીકલ અભ્યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી તે માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ યોજનાનો લાભ મળતો હતો તેને બદલે હવે રાજય બહાર કોઇપણ રાજયમાં પ્રવેશ મેળવશે તો તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે-સાથે રાજય બહારની આઇ.આઇ.ટી., એન.આઇ.ડી., આઇ.આઇ.એમ., નિરમા, નિફટ, ટીસ જેવી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાતઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પૂરો પાડવામાં આવશે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ માટેની લોન હવે તબીબી અભ્યાસ સહિત કોઇપણ અનુસ્નાધતક કક્ષાના ઉચ્ચ અભ્યાાસ માટે વિવિધ સંસ્થાાઓમાં વિદ્યાર્થી પ્રવેશ મેળવશે તો તેને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમાં પગાર પંચનો લાભ મળશે

નવા વર્ષના આરંભે જ સરકારે બિન અનામત વર્ગ માટે મહત્ત્વની જાહેરાતતો કરી જ છે. સાથે રાજ્યની ૩પ૬ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોનું નવું વર્ષ પણ સુધારી દીધું છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપાકોને સાતમાં પગાર પંચનો લાભ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ લાભ જાન્યુઆરી-ર૦૧૯ના ચૂકવાતા પગારમાં આપવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી.
ગુજરાત સરકારે રાજ્યની ૩૫૬ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે.
અધ્યાપક મંડળના પ્રતિનિધીઓની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ત્રણ કલાક ચાલેલી બેઠક પછી અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની રાજ્ય સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકાર આગામી દિવસોમાં આ અંગે પરિપત્ર જાહેર કરશે. રાજ્યના સાડા સાત હજાર અધ્યાપકોને તેનો લાભ મળશે. સરકાર પર રૂપિયા ૪૦૦ કરોડનો બોજ પડશે નાયબ મુખ્યપ્રધાને જાહેરાત કરી કે, ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી સાતમા પગાર પંચનો અમલ થશે અને આ પગારથી અધ્યાપકોનો પગારમાં રૂપિયા ૮ હજારથી ૧૫ હજાર સુધીનો વધારો થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સાતમા પગાર પંચની રાહ જોવાતી હતી અને લડત પણ ચાલી રહી હતી. ત્યારે પ્રાધ્યાપકોની આતુરતાનો અંત આવ્યો છે અને ૭૫૦૦ અધ્યાપકો અને સ્ટાફને આ પગાર પંચનો લાભ મળશે.