અમદાવાદ, તા.૧૧
રાજ્યના પાટીદાર સહિત બિનઅનામત વર્ગની પર જેટલી જ્ઞાતિઓના દોઢ કરોડથી વધુ નાગરિકો માટે ગુજરાત સરકારે શુક્રવારના રોજ શિક્ષણથી લઈને ધંધાર-રોજગાર, વ્યવસાય માટે મોટી યોજનાઓ જાહેર કરી છે. જેમાં વિદેશ અભ્યાસ માટે રૂા.૧પ લાખ સુધીની લોન માટે વ્યાજ સહાય, ૧ર સાયન્સમાં ટ્યુશન માટે રૂા.૧પ હજાર, હોસ્ટેલમાં ફૂડબિલ પેટે મહિને રૂા.૧ર૦૦ જેવી આઠ જેટલી યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓને વિગતે જોઈએ તો શૈક્ષણિક યોજના હેઠળ બીબીએ, બીકોમ, બીએસસી, બીએ જેવા જનરલ અભ્યાસક્રમો સિવાય સ્વનિર્ભર મેડિકલ અભ્યાસક્રમ માટે ૧૦ લાખ સુધીની લોન ૪ ટકાના વ્યાજે મળશે. મતલબ કે ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ગયા વર્ષે ૯૮,૦૬૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં ર૭ હજાર વિદ્યાર્થીઓને ૬૦ ટકા ઉપર લાવ્યા. આ સંખ્યા તમામ કેટેગરીની છે. જનરલ કેટેગરીમાં સંખ્યા ર૦ હજાર આસપાસ થઈ જાય. એમાં વાર્ષિક આવક મર્યાદા રૂા.૩ લાખની વાત આવે એટલે ૧પ હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે.
વિદેશ અભ્યાસ યોજના અંગેની યોજનામાં ધો.૧ર પછીના એમબીબીએસ, ડિપ્લો-ડિગ્રી માટે, અનુસ્નાતક, રિસર્ચ, મેડિકલ, પેરામેડિકલ, વ્યવસાયિક કોર્સ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રૂા.૧પ લાખની લોન ચાર ટકાના સાદા વ્યાજથી મળશે એટલે કે બેન્કો દ્વારા અપાતી શૈક્ષણિક લોનમાં વ્યાજનો દર ૧રથી ૧૪ ટકા હોય છે. આ યોજનાથી અંદાજે પ હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. ભોજન બિલ સહાયની યોજનામાં મેડિકલ-પેરામેડિકલ, ટેકનિકલ કોર્સ માટે રહેઠાણના તાલુકાથી દૂર અભ્યાસ કરતા હોય તેવા સરકારી-ગ્રાન્ટેડ સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ૧૦ મહિના માટે માસિક રૂા.૧ર૦૦ લેખે ભોજન બિલ સહાય. આ યોજના ૧૦ માસ માટે માસિક ૧ર૦૦ ભોજન બિલ મદદરૂપ ચોક્કસ બની શકે શરત છે કે સરકારી સિવાયના છાત્રાલય હોવા જોઈએ. સમાજ-ટ્રસ્ટ સંસ્થા દ્વારા ચાલતા કન્યા છાત્રાલયમાં રહીને ૯થી ૧રમાં અભ્યાસ કરતી કન્યાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હશે. ટ્યુશન સહાય યોજના અંતર્ગત ધો.૧૧-૧ર સાયન્સમાં દર વર્ષે વાર્ષિક રૂા.૧પ હજાર ટ્યુશન, પ્રોત્સાહિક સહાય અપાશે. કોઈપણ સમાજ, ટ્રસ્ટ, સંસ્થા સંચાલિત ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય મળશે. ગયા વર્ષે ધો.૧૦માં કુલ પ.૬૮ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા. સમાજ કે ટ્રસ્ટ સંચાલિત ર૦ કે રપ ટકા વિદ્યાર્થીઓ જ હોય.જી. ગુજકેટ, નીટ માટે સહાય સંબંધિત યોજનામાં ધો.૧ર સાયન્સ પછીના વ્યવસાયિક કોર્સ માટે લેવાતી જેઈઈ, ગુજકેટ, નીટના કોચિંગ માટે વાર્ષિક રૂા.ર૦ હજાર અથવા કોચિંગની ફી પૈકી જે ઓછું હોય તેટલી સહાય અપાશે. મતલબ એ છે કે ધો.૧૦માં ૭૦ ટકાથી વધુ ટકા ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષે ૧ લાખની આસપાસ હતી. રૂા.ર૦ હજાર કે ફી હોય એટલી સહાય મળે એ વિદ્યાર્થીઓને મદદરૂપ બની શકે છે. પરંતુ આવા ક્લાસીસની ફી હજારોમાં હોય છે. આથી આ નક્કી કરવું સરકાર પક્ષે પડકારરૂપ રહેશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમને યોજનામાં યુપીએસસી, જીપીએસસી વર્ગ-૧થી ૩ માટે, ગૌણસેવા, પંચાયત સેવા તથા રેલવે, બેંકમાં થતી ભરતી પરીક્ષા માટે માન્યતા પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ દીઠ રૂા.ર૦ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી કે ઓછું હોય તે સહાય મળવાપાત્ર. આવક મર્યાદા બાદ કરતાં પ૦ હજારથી પણ ઓછા વિદ્યાર્થીઓને પણ લાભ મળે.સ્વરોજગારલક્ષી યોજનાઓમાં રીક્ષા, લોડિંગ રીક્ષા, મારૂતિ ઈકો, જીપ-ટેક્સી વગેરે સ્વરોજગાર વાહનો ઉપરાંત ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ માટે ઓનરોડ યુનિટ કોસ્ટ. કરિયાણા, મેડિકલ સ્ટોર જેવા વ્યવસાય માટે રૂા.૧૦ લાખ સુધી અથવા થનાર ખર્ચ પૈકી જે ઓછુંહોય તે પેટે પાંચ ટકાના સાદા વ્યાજે લોન મળશે. આ યોજનાનો લાભ સૌથી વધારે લોકો લેશે. આવક ઓછી હોવાના કારણે બેંક લોન પણ ના મળતી હોય એ સંજોગોમાં પ ટકાના સાદા વ્યાજે લોન ઉપયોગી સાબિત થશે. જ્યારે વ્યાજ સહાય યોજના અંતર્ગત, તબીબી, એડવોકેટ, ટેકનિકલ સ્નાતક માટે ક્લિનિક લેબોરેટરી, રેડિયોલોજી ક્લિનિક કે ઓફિસ શરૂ કરવા માટે બેંકમાંથી લીધેલ રૂા.૧૦ લાખની લોનના પાંચ ટકા વ્યાજ સહાય અપાશે. સૌથી પહેલો સવાલ આવશે કે રૂા.૧૦ લાખ સુધીની લોન બેંકમાંથી કેટલાક લોકોએ લીધે હશે. જેમની આવક મર્યાદા રૂા.૩ લાખ કે ઓછી હોય. ડોમીસાઈલ પણ આડે આવે આમ સરકારે પર જ્ઞાતિના દોઢ કરોડ જેટલા નાગરિકોને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ અમલમાં મૂકી છે.