(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ તથા મહેસૂલી કામગીરી સત્વરે ગ્રામ્ય સ્તરે મળી રહે તે માટે ગ્રામપંચાયત દીઠ સ્વતંત્ર તલાટી કમ મંત્રીની નિમણૂક કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સર્કલ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે અપગ્રેડ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે આ સુવિધાઓ પૂરી પાડવા લેવાયેલા આ નિર્ણયને કારણે શક્ય હોય ત્યાં સુધી દરેક ગ્રામપંચાયત માટે એક તલાટી કમ મંત્રીની સેવાની ફાળવણી કરવામાં આવશે. જે તલાટી કમ મંત્રી ગ્રામપંચાયની કામગીરી ઉપરાંત મહેસૂલી કામગીરી કરશે. ગ્રામ્ય જનોને વિવિધ કામગીરી સ્થાનિક ગ્રામ્ય પંચાયત કક્ષાએ જ ઉપલબ્ધ થશે. પંચાયત તથા મહેસૂલી કામગીરી માટે જુદા-જુદા બે કર્મચારીઓને બદલે એક જ કર્મચારીના સંપર્કથી સેવાઓની ઉપલબ્ધી થશે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પંચાયત વિભાગમાં કુલ ૧૧૮૧૦ તલાટીઓની જગ્યાઓ મંજૂર થયેલ છે. મહેસૂલ વિભાગના ૪૧૯૯ તલાટીની જગ્યાઓ પૈકી અંદાજે ૬પ૦ જેટલી કસબા તલાટીની (શહેરી વિસ્તારના તલાટી) જગ્યાઓ બાદ કરી બાકીની જગ્યાઓ પંચાયત વિભાગ હસ્તક તબદીલ કરવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે પંચાયત વિભાગમાં ગ્રામપંચાયત દીઠ તલાટી કમ મંત્રીની જગ્યાઓ ઉપલબ્ધ થશે. રાજ્યમાં ફરજ બજાવતા મહેસૂલી તલાટીઓ પૈકી કસબામાં ફરજ બજાવતા અંદાજે ૬પ૦ તલાટી ચાલુ રાખી બાકીના મહેસૂલી તલાટીઓને પંચાયત વિભાગમાં પ્રતિનિયુક્તિ ઉપર મૂકવામાં આવે. મહેસૂલી તલાટીની નોકરીની શરતોમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. જેને કારણે અન્ય મહેસૂલી તલાટીઓને અન્યાય થવાની કોઈ શક્યતા નથી. રાજ્યમાં ૧૪ર૬પ ગ્રામપંચાયતો છે. દરેક ગ્રામપંચાયતે પંચાયત દીઠ એક તલાટી કમ મંત્રી હોવો આદર્શ પરિસ્થિતિ છે. આ ઉપરાંત તલાટી કમ મંત્રી સંવર્ગ તથા મહેસૂલી તલાટી સંવર્ગ વચ્ચે બઢતીના પગારની વિસંગતતા દૂર કરીને સર્કલ ઈન્સ્પેક્ટરની રૂા.પર૦૦-ર૦ર૦૦ ગ્રેડ પે ર૪૦૦ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી (પંચાયત) પગાર ધોરણ રૂા.પર૦૦-ર૦ર૦૦ ગ્રેડ પે ર૮૦૦માં તા.૦૧-૦૧-ર૦૧૬ની અસરથી મર્જ કરવામાં આવશે. રાજ્યના અંદાજે ૧૦૦૦ તલાટી કમ મંત્રીઓને ફાયદો થશે.
રાજ્ય સરકારનો નિર્ણય : હવે દરેક ગ્રામપંચાયત દીઠ એક તલાટી કમ મંત્રી

Recent Comments