અમદાવાદ, તા. ૨૨
અમદાવાદની સાથે સાથે ગુજરાતભરમાં પણ સ્વાઈન ફ્લુનો આતંક અકબંધ રહ્યો છે. રાજ્યમાં આજે વધુ ૧૯૩ નવા કેસ નોંધાયા છે જ્યારે સ્વાઈન ફ્લુથી વધુ આઠના મોત થયા હતા. જે પૈકી એએમસીમાં બેના મોત થયા છે. જીએમસી, એસએમસી, આરએમસી, કચ્છ, આણંદ, સુરતમાં એક એકનું મોત થયું છે. બીજી બાજુ જે નવા ૧૯૩ કેસ નોંધાયા છે તેમાં એએમસીમાં ૭૯, વીએમસીમાં ૨૬, એસએમસીમાં ૧૮, અમદાવાદમાં આઠ, બીએમસીમાં સાત, ભાવનગરમાં ૬, રાજકોટ, વડોદરા, ભરુચ અને બનાસકાંઠામાં સ્વાઈન ફ્લુના પાંચ-પાંચ કેસ સપાટી ઉપર આવ્યા છે. સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા તમામ પગલા લવામાં આવી રહ્યા હોવા છતાં મોતનો આંકડો અને નવા કેસોનો આંકડો રોકેટગતિએ વધી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં સ્વાઈન ફ્લુની દહેશત અકબંધ રહી છે. આગામી દિવસોમાં સ્વાઈન ફ્લુ હાલ કાબુમાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સૌરાષ્ટ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદમાં પણ મોટાપાયે કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લુનો આતંક જારી રહેતા તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. તંત્રના તમામ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્વાઇન ફલુના ભરડામાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, જુનાગઢ, આણંદ, પાટણ સહિતના વિસ્તારો આવી ગયા છે. નવા વિસ્તારો પણ ઉમેરાઈ રહ્યા છે.
રાજયના જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં મૃત્યુઆંક વધવાનો દોર આજે પણ જારી રહ્યો હતો. તો, સ્વાઇન ફલુના કારણે વધતા જતાં મૃત્યુ આંક વચ્ચે સ્વાઇન ફલુ પોઝીટીવના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે.
કિલર સ્વાઈન ફ્લૂ

કુલ કેસોની સંખ્યા ૩૩૯૩
કુલ મૃતાંક ૨૮૬
નવા કુલ કેસોની સંખ્યા ૧૯૩
એએમસીમાં નવા કેસો ૭૯
વીએમસીમાં નવા કેસો ૨૬
એસએમસીમાં નવાકેસ ૧૮
અમદાવાદમાં નવા કેસ ૦૮
બીએમસીમાં નવા કેસ ૦૭
ભાવનગરમાં નવા કેસ ૦૬
રાજકોટમાં નવા કેસ ૦૬
વડોદરામાં નવા કેસ ૦૫
ભરૂચમાં નવા કેસ ૦૫
બનાસકાંઠામાં નવા કેસ ૦૫
મહેસાણામાં નવા કેસ ૦૪
પાટણમાં નવા કેસ ૦૪
ગાંધીનગરમાં નવા કેસ ૦૩
અમરેલીમાં નવા કેસ ૦૩
આરએમસીમાં નવા કેસ ૦૨